મહેસાણામાં સ્વ. વીર વિજયભાઈની સ્મૃતિમાં 5,000 વૃક્ષોનું મિયાવાકી વન, પીપળાનું રોપણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ
મહેસાણા, 27 જૂન (હિ.સ.) મહેસાણા જિલ્લાના જાણીતા પ્રકૃતિપ્રેમી અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ (ગુજરાત)ના પ્રથમ કન્વીનર સ્વ. વીર વિજયભાઈની સ્મૃતિમાં ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા પીપળાના વૃક્ષનું રોપણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રકૃતિ અને
મહેસાણામાં સ્વ. વીર વિજયભાઈની સ્મૃતિમાં 5,000 વૃક્ષોનું મિયાવાકી વન, પીપળાનું રોપણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ


મહેસાણા, 27 જૂન (હિ.સ.) મહેસાણા જિલ્લાના જાણીતા પ્રકૃતિપ્રેમી અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ (ગુજરાત)ના પ્રથમ કન્વીનર સ્વ. વીર વિજયભાઈની સ્મૃતિમાં ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા પીપળાના વૃક્ષનું રોપણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

પ્રકૃતિ અને અબોલ પશુ-પક્ષીઓ માટે જીવન સમર્પિત કરનાર સ્વ. વીર વિજયભાઈની યાદમાં મહેસાણા જિલ્લામાં આશરે 5,000 વૃક્ષો ધરાવતું અનોખું વન વિકસાવવામાં આવ્યું છે.

આ વન જાપાનીઝ 'મિયાવાકી' પદ્ધતિ અને દેશી વાવેતર પદ્ધતિના સમન્વયથી તૈયાર કરવામાં આવ્યું છે, જેના કારણે ટૂંકા સમયમાં ગાઢ હરિયાળી ઉભી થઈ છે. વનમાં લગભગ 1,000 ફળાઉ વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત અહીં વસવાટ કરતા આશરે 150 વાંદરાઓ માટે જામ્બુ, સીતાફળ, શેતૂર, આમળા, જામફળ, ચીકુ, આંબા અને બદામ સહિત 18થી વધુ જાતોના ફળાઉ વૃક્ષો વાવવામાં આવ્યા છે.

ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ જણાવ્યું હતું કે અબોલ જીવો પ્રત્યે દયાભાવ રાખવો દરેકની જવાબદારી છે. વાંદરાઓને ભગાડવાને બદલે પ્રેમથી ખોરાક આપવાથી પ્રકૃતિનું સંતુલન જળવાઈ રહે છે. તેમણે સૌને વૃક્ષારોપણ કરી પર્યાવરણના સંરક્ષણમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande