વેરાવળ નશામુક્તિ કેન્દ્ર ખાતે માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી આંતરરાષ્ટ્રીય દિવસ ની ઉજવણી
- માદક દ્રવ્યોના સેવનના કારણે થતાં ગેરફાયદા અને નુકશાન વિશે માર્ગદર્શન આપી ''નશામુક્તિ'' માટે સંકલ્પબદ્ધ થયાં. ગીર સોમનાથ, 27 જૂન (હિ.સ.) : વેરાવળ નશામુક્તિ કેન્દ્ર ખાતે માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી આંતરરાષ્ટ્રીય દિવસ ની ઉજવણી ક
વેરાવળ નશામુક્તિ કેન્દ્ર ખાતે માદક દ્રવ્યોના દુરુપયોગ


- માદક દ્રવ્યોના સેવનના કારણે થતાં ગેરફાયદા અને નુકશાન વિશે માર્ગદર્શન આપી 'નશામુક્તિ' માટે સંકલ્પબદ્ધ થયાં.

ગીર સોમનાથ, 27 જૂન (હિ.સ.) : વેરાવળ નશામુક્તિ કેન્દ્ર ખાતે માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી આંતરરાષ્ટ્રીય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. “માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી આંતરરાષ્ટ્રીય દિવસ” થીમ પર કરવામાં આવેલી ઉજવણીમાં માદક દ્રવ્યોના સેવનના કારણે થતાં ગેરફાયદા અને નુકશાન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે આજે વેરાવળ નશામુક્તિ કેન્દ્ર ખાતે માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી આંતરરાષ્ટ્રીય દિવસ નશા મુક્ત ભારત અભિયાન – વિકસિત ભારતની ઓળખ થીમ હેઠળ પ્રગતિશીલ યુવક મંડળ સંચાલિત જિલ્લા નશા મુક્તિ કેન્દ્ર,ગીર સોમનાથ ખાતે નશા મુક્ત અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માદક દ્રવ્યોના સેવનના કારણે થતાં ગેરફાયદા અને નુકશાન વિશે માર્ગદર્શન આપી શપથ લેવામાં આવ્યા હતાં. આ અભિયાનમાં જોડાયેલા આશરે 60 જેટલા લોકોએ 'નશામુક્તિ'ના શપથ લીધા હતાં.

આ તકે જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના અધિકારી એમ. એન. ખાંભલા તથા સમગ્ર શિક્ષા અભિયાનમાંથી હિસાબી અધિકારી એસ. ડી. ચૌહાણ તેમજ ડો. પ્રતીક સોસા અને ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 ગીર સોમનાથ ટીમ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande