મહેસાણા: ઊંઝામાં ₹50,550નો 1.110 કિલો ગાંજો ઝડપાયો, એક આરોપી અને બાળ કિશોર કસ્ટડીમાં
મહેસાણા, 27 જૂન (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાર્કોટિક્સ વિરુદ્ધની કાર્યવાહીમાં પોલીસે 1.110 કિલો વનસ્પતિજન્ય માદક પદાર્થ (ગાંજો) સાથે એક આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ ₹90,97
મહેસાણા: ઊંઝામાં ₹50,550નો 1.110 કિલો ગાંજો ઝડપાયો, એક આરોપી અને બાળ કિશોર કસ્ટડીમાં


મહેસાણા, 27 જૂન (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાર્કોટિક્સ વિરુદ્ધની કાર્યવાહીમાં પોલીસે 1.110 કિલો વનસ્પતિજન્ય માદક પદાર્થ (ગાંજો) સાથે એક આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ ₹90,970નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ખાનગી બાતમીના આધારે ઊંઝા પોલીસે વિસનગર ફાટક પાસે આવેલી એક દુકાનમાં દરોડો પાડ્યો હતો.

તપાસ દરમિયાન અવેશકુમાર રાજેન્દ્ર જયકિશોર રાયના કબજામાંથી ₹50,550 કિંમતનો 1.110 કિલો ગાંજો, ₹420 રોકડા, મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન એક બાળ કિશોરની પણ સંડોવણી સામે આવી હતી, જ્યારે ગાંજો સપ્લાય કરનાર નુરૂલ અબ્દુલ ફરાર હોવાનું બહાર આવ્યું છે.

આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ, 1985ની કલમ 8(સી), 20(બી)(II)(બી), 29 તેમજ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, 2015ની કલમ 78 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. સોલંકીના માર્ગદર્શન હેઠળ ઊંઝા પોલીસની ટીમે કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande