ઊંઝા રોટરી ક્લબની નવી ટીમનો પદગ્રહણ સમારોહ 5 જુલાઈએ યોજાશે
મહેસાણા, 27 જૂન (હિ.સ.) : ઊંઝા રોટરી ક્લબ (ડિસ્ટ્રિક્ટ 3055) દ્વારા વર્ષ 2026-27 માટે નવી કાર્યકારિણીના પદગ્રહણ સમારોહનું આયોજન 5 જુલાઈના રોજ સાંજે 4:00 વાગ્યે ઊંઝા સ્થિત ઉનાવા દેશની વાડી (એ.સી. હોલ) ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઊંઝાના ધારાસભ્
ઊંઝા રોટરી ક્લબની નવી ટીમનો પદગ્રહણ સમારોહ 5 જુલાઈએ યોજાશે


મહેસાણા, 27 જૂન (હિ.સ.) : ઊંઝા રોટરી ક્લબ (ડિસ્ટ્રિક્ટ 3055) દ્વારા વર્ષ 2026-27 માટે નવી કાર્યકારિણીના પદગ્રહણ સમારોહનું આયોજન 5 જુલાઈના રોજ સાંજે 4:00 વાગ્યે ઊંઝા સ્થિત ઉનાવા દેશની વાડી (એ.સી. હોલ) ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ કે. પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.

કાર્યક્રમનું ઉદ્ઘાટન ઊંઝા નગરપાલિકાના પ્રમુખ ક્રિમાબેન યુ. પટેલના હસ્તે થશે. ડિસ્ટ્રિક્ટ ગવર્નર (RID-3055) રોટેરિયન નૈમિષ રવાણી ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે નવી ટીમને શપથ લેવડાવશે. એપીએમસી ઊંઝાના ચેરમેન દિનેશભાઈ એ. પટેલ, ઊંઝા નાગરિક બેંકના ચેરમેન દશરથલાલ એન. પટેલ તેમજ આસિસ્ટન્ટ ગવર્નર (ઝોન-13) રોટેરિયન ડૉ. પિનાકિન પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. નવી ટીમમાં રોટેરિયન રાજેશ એમ. પટેલ પ્રમુખ અને રોટેરિયન નિમેષ વી. પટેલ સેક્રેટરી તરીકે કાર્યભાર સંભાળશે. રોટરેક્ટ ક્લબમાં રોટરેક્ટર રોહિલ એચ. પટેલ પ્રમુખ અને રોટરેક્ટર હિતેશ એસ. પટેલ સેક્રેટરી તરીકે જ્યારે ઇનરવ્હીલ ક્લબમાં પ્રાઈમલ એન. પટેલ પ્રમુખ અને રેશ્મા એસ. પટેલ સેક્રેટરી તરીકે જવાબદારી નિભાવશે.

વર્ષ 2025-26ની વિદાય લેતી ટીમના પ્રમુખ રોટેરિયન નેહા એસ. જાની, સેક્રેટરી રોટેરિયન રાજેશ એમ. પટેલ સહિતના હોદ્દેદારોએ સભ્યો અને નાગરિકોને આ પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહી નવી ટીમને પ્રોત્સાહન આપવા અને શુભેચ્છા પાઠવવા અનુરોધ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande