
મહેસાણ, 27 જૂન (હિ.સ.) મહેસાણા જિલ્લાના આખજ ગામ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ અભ્યાસ વર્ગ 2026 અંતર્ગત મહેસાણા મહાનગર શહેરનો પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. 26 જૂન ના રોજ સાંજે 4:00 કલાકે યોજાયેલા આ કાર્યક્રમમાં કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન ભાજપના મહેસાણા જિલ્લા મહામંત્રી ભગાજી ટી. ઠાકોરે ઉપસ્થિત રહી પોતાના ભાગે આવેલા વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકરોની જવાબદારી, સેવા ભાવના અને જનસંપર્કના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ પક્ષની વિચારધારા અને સંગઠનાત્મક કાર્યપદ્ધતિ અંગે પણ કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રશિક્ષણ અભ્યાસ વર્ગનો મુખ્ય હેતુ કાર્યકરોમાં નેતૃત્વ ક્ષમતા વિકસાવવી, સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતા મજબૂત બનાવવી અને વિવિધ વિષયો અંગે તેમની સમજ વધારવાનો હતો. કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ પણ સક્રિય ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ સુચારુ આયોજન સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR