
મહેસાણા, 27 જૂન (હિ.સ.) શ્રી શ્રેયસ ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વર્ષ 2026-27 માટેનું સંભવિત અંદાજપત્ર (બજેટ) મંજૂર કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન વર્ષ 2024-25નો ઓડિટ મેમો વાંચાણે લઈ તેને બહાલી આપવામાં આવી હતી. ઉપરાંત, સંસ્થાના આંતરિક ઓડિટરની નિમણૂક અંગે પણ આખરી નિર્ણય લેવામાં આવ્યો હતો.
સભામાં સોસાયટીના પ્રમુખ અલ્પેશ શાહ, ડિરેક્ટર મંડળના સભ્યો, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સભાસદોના હિતને ધ્યાનમાં રાખીને અનેક કલ્યાણકારી નિર્ણયો લેવામાં આવ્યા હતા.
સભાસદોને અકસ્માત વીમા કવચ હેઠળ સુરક્ષા આપવાની જોગવાઈને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ધિરાણ મુદતબંધીમાં નિયમિત અને અદાકર્તા સભાસદોને વ્યાજના દરમાં 2% વળતર આપવાનો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. સાથે જ સભાસદ લાભાર્થ ફંડ તથા મકાન ફંડની જોગવાઈઓને પણ મંજૂરી આપવામાં આવી હતી.
સોસાયટીના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, આ નિર્ણયો સભાસદોને વધુ સુરક્ષા, આર્થિક રાહત અને કલ્યાણકારી લાભો પૂરા પાડવાના હેતુથી લેવામાં આવ્યા છે. સભાસદોએ પણ સોસાયટીના આ નિર્ણયોને આવકારી સંસ્થાના વિકાસ માટે સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR