મહેસાણા: વિરમપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને નોટબુક અને શિક્ષણ કિટનું વિતરણ
મહેસાણા, 27 જૂન (હિ.સ.) મહેસાણા તાલુકાના વિરમપુરા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે નોટબુક અને શિક્ષણ કિટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત
મહેસાણા: વિરમપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને નોટબુક અને શિક્ષણ કિટનું વિતરણ


મહેસાણા, 27 જૂન (હિ.સ.) મહેસાણા તાલુકાના વિરમપુરા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે નોટબુક અને શિક્ષણ કિટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જયેશસિંહ ઠાકોર અને મંત્રી વિક્રમસિંહ વાઘેલે વિદ્યાર્થીઓને નોટબુક અને શિક્ષણ કિટનું વિતરણ કરીને તેમને નિયમિત અભ્યાસ કરવા, શિક્ષણમાં આગળ વધવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત કરવાની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવવાથી તેમના અભ્યાસમાં સરળતા રહે છે અને શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ વધે છે.

કાર્યક્રમ દરમિયાન હરેશ પટેલ, સંદીપ ઠાકોર તેમજ વિદ્યાર્થી સંજયસિંહ ઠાકોર સહિત અન્ય આગેવાનો અને ઉપસ્થિત મહાનુભાવોએ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. શાળા પરિવાર દ્વારા મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને વિદ્યાર્થીઓએ શિક્ષણ સામગ્રી મેળવી આનંદ વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande