
- બે કારમાંથી 3.38 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
- કંબોડિયાનો કુખ્યાત બુટલેગર પ્રવીણ બટકો પાટણવાડિયા પોલીસ જોઈ ફરાર થઈ જતા વોન્ટેડ
ભરૂચ,27 જૂન (હિ.સ.) ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન રેઇડ પાડીને મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીવાળા સ્થળેથી બે ફોર-વ્હીલર ગાડીઓમાંથી વિદેશી દારૂ અને બીયરના ટીન મળી કુલ 2304 નંગ બોટલોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ રેઇડ દરમિયાન કુલ રૂપિયા 12.38 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જ્યારે એક શખ્સને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાતમી આધારિત રેઇડ કરતા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે નેત્રંગ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી થઈ રહી છે. જેના આધારે ટીમે નક્કી કરેલા સ્થળે ઓચિંતી રેઇડ પાડી હતી.મુદ્દામાલની વિગત રેઇડ દરમિયાન સ્થળ પરથી બે ફોર-વ્હીલર મળી આવી હતી. આ બંને વાહનોની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તેમજ બીયરના ટીન મળી કુલ 2304 નંગ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
કુલ જપ્ત રકમ પોલીસે રૂપિયા 3.38 લાખની કિંમતનો દારૂ તેમજ રૂપિયા 9 લાખની કિંમતની બે ફોર-વ્હીલર ગાડીઓ મળી કુલ રૂપિયા 12.38લાખનો મુદ્દામાલ ઘટનાસ્થળેથી જપ્ત કર્યો છે.
આરોપી વિરૂદ્ધ કાર્યવાહી પોલીસની રેઇડ દરમિયાન દારૂનો જથ્થો મંગાવનાર કે હેરાફેરી કરનાર મુખ્ય સૂત્રધાર સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો.જેથી પ્રવિણ ઉર્ફે બટકો ગુલાબભાઈ પાટણવાડીયા કંબોડિયાનેનેત્રંગ પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ અને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ