તિરુમાલા મંદિરે પહોંચ્યા અનંત અંબાણી, ભગવાન વેંકટેશ્વરના ચરણોમાં અર્પિત કર્યા કેશ
હૈદરાબાદ, નવી દિલ્હી, 28 જૂન (હિ.સ.) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કાર્યકારી નિર્દેશક અનંત અંબાણીએ, રવિવારે આંધ્ર પ્રદેશ સ્થિત વિશ્વપ્રસિદ્ધ તિરુમાલા શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં દર્શન-પૂજન કર્યું. આ દરમિયાન તેમણે પોતાની આસ્થા વ્યક્ત કરતાં પરંપરા મુજબ
અંબાણી


હૈદરાબાદ, નવી દિલ્હી, 28 જૂન (હિ.સ.) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કાર્યકારી નિર્દેશક અનંત અંબાણીએ, રવિવારે આંધ્ર પ્રદેશ સ્થિત વિશ્વપ્રસિદ્ધ તિરુમાલા શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં દર્શન-પૂજન કર્યું. આ દરમિયાન તેમણે પોતાની આસ્થા વ્યક્ત કરતાં પરંપરા મુજબ મુંડન કરાવ્યું અને ભગવાન વેંકટેશ્વર સ્વામીના ચરણોમાં પોતાના કેશ અર્પિત કર્યા.

મંદિરમાં પહોંચ્યા બાદ અનંત અંબાણીએ, પહેલાં મુંડન સંસ્કાર સંપન્ન કરાવ્યો અને ત્યારબાદ વિધિ-વિધાનથી ભગવાન વેંકટેશ્વર સ્વામીના દર્શન કરીને વિશેષ પૂજા-अર્ચના કરી. દર્શન દરમિયાન તેમણે દેશ અને સમાજની સુખ-સમૃદ્ધિ તથા કલ્યાણની કામના કરી.

ઉલ્લેખનીય છે કે, અંબાણી પરિવાર ભગવાન વેંકટેશ્વર સ્વામી પ્રત્યેની પોતાની ગાઢ આસ્થાને કારણે જાણીતો છે. પરિવારના સભ્યો સમયાંતરે તિરુમાલા મંદિરે પહોંચી દર્શન-પૂજન કરતા રહ્યા છે. ગયા વર્ષે અનંત અંબાણીના લગ્ન પૂર્વે અને લગ્ન બાદ પણ અંબાણી પરિવારે, તિરુમાલા પહોંચી ભગવાન વેંકટેશ્વર સ્વામીના દર્શન કર્યા હતા.

તિરુમાલા મંદિર દેશના મુખ્ય તીર્થસ્થળોમાંનું એક છે, જ્યાં દરરોજ લાખો શ્રદ્ધાળુઓ ભગવાન વેંકટેશ્વર સ્વામીના દર્શન માટે પહોંચે છે. કેશ સમર્પણ (મુંડન) અહીંની મુખ્ય ધાર્મિક પરંપરાઓમાં સામેલ છે, જેને શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા અને સમર્પણના પ્રતિક રૂપે નિભાવે છે.

હિંદુસ્થાન સમાચાર / દેવ કુમાર પુખરાજ / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande