પાકિસ્તાનના આરોપોને ભારતે ગણાવ્યા આધારહીન, આતંકી ઢાંચા પર કાર્યવાહી કરવાની નસિહત
નવી દિલ્હી, 28 જૂન (હિ.સ.). ભારતે કરાચીમાં બનેલી ઘટનાને લઈને પાકિસ્તાન તરફથી લગાવવામાં આવેલા આરોપોને સખતાઈથી ફગાવી દીધા છે અને તેમને આધારહીન ગણાવ્યા છે. ભારતે કહ્યું કે, બીજાઓ પર આંગળી ઊભી કરવાના બદલે પાકિસ્તાને પોતાના દેશમાં હાજર આતંકવાદી ઢાંચા સા
વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલ


નવી દિલ્હી, 28 જૂન (હિ.સ.). ભારતે કરાચીમાં બનેલી ઘટનાને લઈને પાકિસ્તાન તરફથી લગાવવામાં આવેલા આરોપોને સખતાઈથી ફગાવી દીધા છે અને તેમને આધારહીન ગણાવ્યા છે. ભારતે કહ્યું કે, બીજાઓ પર આંગળી ઊભી કરવાના બદલે પાકિસ્તાને પોતાના દેશમાં હાજર આતંકવાદી ઢાંચા સામે વિશ્વસનીય કાર્યવાહી કરવી જોઈએ.

વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે રવિવારે મીડિયા પ્રશ્નોના જવાબમાં કહ્યું કે, ભારતે કરાચીની તાજેતરની ઘટનાને લઈને પાકિસ્તાનના અહેવાલો જોયા છે, જેમાં ભારત પર આધારહીન આરોપો લગાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ભારત આ આરોપોને સ્પષ્ટપણે ફગાવે છે. પાકિસ્તાને બીજાઓ પર આરોપ લગાવવાના બદલે આત્મમંથન કરવું જોઈએ અને પોતાના વિસ્તારમાં હાજર આતંકવાદી ઢાંચા સામે વિશ્વસનીય કાર્યવાહી કરવી જોઈએ.

રણધીર જયસ્વાલે કહ્યું કે, પાકિસ્તાને આતંકવાદને રાજ્યનીતિના એક સાધન તરીકે ઉપયોગ કરવાની વૃત્તિથી પણ બહાર આવવું જોઈએ.

હિંદુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande