
બેંગલુરુ, નવી દિલ્હી, 28 જૂન (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કહ્યું કે, માદક પદાર્થોની લત માત્ર વ્યક્તિના સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ શિક્ષણ, ઉત્પાદકતા, સામાજિક સમરસતા અને રાષ્ટ્રના વિકાસ માટે પણ ગંભીર ખતરો છે.
ઉપરાષ્ટ્રપતિ રવિવારે બેંગલુરુમાં રાજીવ ગાંધી આરોગ્ય વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના 31મા સ્થાપના દિવસના પ્રસંગે આયોજિત 'નશા મુક્ત ભારત' સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમણે કહ્યું કે, નશામુક્ત સમાજના નિર્માણ માટે સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ, વાલીઓ અને નાગરિકોએ સાથે મળીને કામ કરવું પડશે.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, માદક પદાર્થોના દૂષ્પ્રભાવો અંગે સમાજમાં વ્યાપક જનજાગૃતિ પેદા કરવી અને યુવાનોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવું સમયની સૌથી મોટી જરૂરિયાત છે.
કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર, આંધ્ર પ્રદેશના રાજ્યપાલ ન્યાયમૂર્તિ (નિવૃત્ત) એસ. અબ્દુલ નઝીર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / રાકેશ એમ.બી. / સુનીલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ