વડોદરા: વાયબ્રન્ટ ગુજરાત સમિટને પગલે રાજમાર્ગો રોશનીથી ઝળહળ્યા, નગરજનોમાં ભારે ઉત્સાહ
વડોદરા , 28 જૂન (હિ.સ.) વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત વડોદરા શહેરમાં યોજાનારા વિવિધ પ્રી-ઇવેન્ટ્સ અને કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આ ખાસ ઇવેન્ટને યાદગાર બનાવવા માટે વડોદરાના મુખ્ય રાજમાર્ગો, ચાર રસ
લાઇટિંગ


લાઇટિંગ


વડોદરા , 28 જૂન (હિ.સ.) વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત વડોદરા શહેરમાં યોજાનારા વિવિધ પ્રી-ઇવેન્ટ્સ અને કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આ ખાસ ઇવેન્ટને યાદગાર બનાવવા માટે વડોદરાના મુખ્ય રાજમાર્ગો, ચાર રસ્તાઓ અને ઐતિહાસિક ઇમારતોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા છે. મોડી સાંજે આખો મધ્યસ્થ માર્ગ લાઈટોના ઝળહળાટથી ચમકી ઉઠતા સાંસ્કૃતિક નગરી વડોદરાનું સૌંદર્ય વધુ ખીલી ઉઠ્યું છે.પાલિકા તંત્ર દ્વારા અકોટા-દાંડિયાબજાર બ્રિજ, અલકાપુરી, રેસકોર્સ અને કમાટીબાગ જેવા મહત્વના વિસ્તારોમાં ખાસ એલઈડી લાઈટોની સજાવટ કરવામાં આવી છે. વિદેશી મહેમાનો અને ઉદ્યોગપતિઓના સ્વાગત માટે એરપોર્ટ સર્કલથી લઈને મુખ્ય માર્ગો પર આકર્ષક રોશનીના તોરણો અને સેલ્ફી પોઇન્ટ્સ પણ ઊભા કરાયા છે.આ ભવ્ય રોશની વડોદરાના સ્થાનિક નાગરિકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. વીકેન્ડ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે આ સજાવટ જોવા અને તસવીરો ખેંચવા ઉમટી પડ્યા હતા. વાયબ્રન્ટ ઇવેન્ટના કારણે શહેરમાં વેપાર-રોજગાર વધવાની આશા સાથે નગરજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરા કોર્પોરેશન દ્વારા કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિકનું નિયમન જળવાઈ રહે તે માટે પણ ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે.આગામી દિવસોમાં યોજાનારી આ હાઈ-પ્રોફાઈલ ઇવેન્ટ માટે સમગ્ર વડોદરા શહેર દુલ્હનની જેમ સજીને દેશ-વિદેશના ડેલિગેટ્સને આવકારવા સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande