લિંબાયત પોલીસે જાહેર રસ્તા પર ચપ્પુ સાથે ફરતા 19 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો
સુરત, 28 જૂન (હિ.સ.): સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે લિંબાયત પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમો સતત શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખી રહી છે. આ
Surat


સુરત, 28 જૂન (હિ.સ.): સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે લિંબાયત પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમો સતત શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખી રહી છે. આ કામગીરી દરમિયાન જાહેર સ્થળે હથિયાર સાથે ફરતા એક યુવકને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

27 જૂન, 2026ના રોજ પેટ્રોલિંગ દરમિયાન જંગલશા બાવાની દરગાહ નજીક પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ અને અનિરુદ્ધસિંહ પ્રહલાદસિંહને એક યુવક શંકાસ્પદ હાલતમાં દેખાયો હતો. તેની તપાસ કરતાં તેની પાસેથી તીક્ષ્ણ ચપ્પુ મળી આવ્યો હતો. જાહેરમાં હથિયાર સાથે ફરતો હોવાના કારણે પોલીસે સ્થળ પર જ તેની ધરપકડ કરી હતી.

પકડાયેલા યુવકની ઓળખ ભેસ્તાન આવાસમાં રહેતા 19 વર્ષીય મુજમીલ મુનવરખાન પઠાણ તરીકે થઈ છે. લિંબાયત પોલીસે તેની સામે ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, થોડા દિવસો અગાઉ પણ પોલીસે આ વિસ્તારમાં ચપ્પુ સાથે ફરતા અન્ય એક યુવકને ઝડપી પાડ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande