ભારત-સેશેલ્સ સંપર્ક વધારવા પર કામ કરશે, યુપીઆઈ લાગુ કરાવાશે
નવી દિલ્હી, 28 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે સેશેલ્સ સ્ટેટ હાઉસમાં, રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મીની સાથે અધિકૃત વાતચીત કરી. આ દરમિયાન બંને નેતાઓએ હિંદ મહાસાગર વિસ્તારમાં શાંતિ, સમૃદ્ધિ અને ટકાઉ વિકાસ માટેની સંયુક્ત પ્રતિબદ્ધતાને ફર
કરાર


નવી દિલ્હી, 28 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે સેશેલ્સ સ્ટેટ હાઉસમાં, રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મીની સાથે અધિકૃત વાતચીત કરી. આ દરમિયાન બંને નેતાઓએ હિંદ મહાસાગર વિસ્તારમાં શાંતિ, સમૃદ્ધિ અને ટકાઉ વિકાસ માટેની સંયુક્ત પ્રતિબદ્ધતાને ફરીથી દોહરાવી। આ દરમિયાન સેશેલ્સમાં યુપીઆઈ લાવવું, સંપર્ક વધારવો અને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવા સંબંધિત કરારો થયા.

વિદેશ મંત્રાલય અનુસાર, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ હર્મીનીએ ભારત અને સેશેલ્સની લાંબા સમયથી ચાલતી ભાગીદારીને ફરીથી દોહરાવી અને વિકાસ ભાગીદારી, આરોગ્ય, આધારભૂત ઢાંચો, આર્થિક સહકાર, સમુદ્રી સુરક્ષા અને લોકો વચ્ચેના પરસ્પર સંબંધોના ક્ષેત્રોમાં સહકાર પર ચર્ચા કરી। બંને નેતાઓએ આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ હર્મીનીની ભારત મુલાકાત દરમિયાન નક્કી થયેલી બાબતોને અમલમાં મૂકવામાં થયેલી પ્રગતિનું સ્વાગત કર્યું, જેમાં 17.5 કરોડ અમેરિકી ડોલરના વિશેષ આર્થિક પેકેજ હેઠળ ચાલી રહેલી યોજનાઓ પણ સામેલ છે.

બંને નેતાઓ આરોગ્ય સેવા, કૃષિ, ડિજિટલ ચુકવણી, સમુદ્રી સહકાર, વિકાસ ભાગીદારી, અંતરિક્ષ સહકાર, કાનૂની સહકાર અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં સહકારને વધુ ગાઢ બનાવવા માટે અનેક સમજૂતીપત્રો અને કરારોના આદાનપ્રદાનના સાક્ષી બન્યા.

બંને પક્ષોએ ભારત અને સેશેલ્સ વચ્ચે રાજનૈતિક સંબંધોના 50 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં એક સ્મારક લોગો પણ લોન્ચ કર્યો। બંને નેતાઓ સેશેલ્સમાં પ્રોફેશનલ અને ટેક્નિકલ એજ્યુકેશન સેન્ટરની આધારશિલા રાખવાના કાર્યક્રમમાં વર્ચુઅલ રીતે જોડાયા.

પ્રધાનમંત્રી મોદીએ વાટાઘાટ પછી સંયુક્ત પ્રેસ નિવેદનમાં કહ્યું, “સેશેલ્સની મુલાકાતનો સંદેશ સ્પષ્ટ છે. ભારત એવા હિંદ મહાસાગરની કલ્પના કરે છે, જ્યાં સમુદ્રી સુરક્ષા સાથે આર્થિક સમૃદ્ધિ પણ વધે। જ્યાં અમારી ભાગીદારી કદ પર નહીં, પરસ્પર સન્માન અને વિશ્વાસ પર આધારિત હોય। જ્યાં આપણે દરેક દેશની પાસે-પાસ નહીં, સાથે-સાથે ચાલીએ.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, “આજે જન ઔષધિ પર થયેલા કરારથી સેશેલ્સના લોકોને ગુણવત્તાયુક્ત અને કિફાયતી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે. ઉપરાંત યુપીઆઈને, સેશેલ્સમાં લાગુ કરવા માટે કરાર કરવામાં આવી રહ્યો છે. તેમજ ભારત અને સેશેલ્સ વચ્ચે સંપર્ક વધારવા પર પણ કામ કરવામાં આવશે.“

પોતાના નિવેદનમાં પ્રધાનમંત્રીએ, ગાર્ડિયન ઑફ ધ બ્લૂ હોરાઇઝનથી સન્માનિત કરવામાં આવ્યા બદલ, સેશેલ્સના રાષ્ટ્રપતિનો આભાર માનતા તેમણે કહ્યું કે, “સન્માનિત થવું તેમના માટે અને 140 કરોડ ભારતવાસીઓ માટે અત્યંત હર્ષનો વિષય છે. તેઓ આ સન્માનને વિનમ્રતાપૂર્વક સ્વીકારીને તે તમામ દેશોને સમર્પિત કરે છે, જે હવામાન પરિવર્તનની પડકાર સામે લડી રહ્યા છે અને પર્યાવરણ સંરક્ષણને ભાવિ પેઢીઓ પ્રત્યેનું પોતાનું કર્તવ્ય માને છે. “

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande