લોકોની રક્ષા કરતી 112 જનરક્ષકની ટીમ ક્રિકેટમાં બની ચેમ્પિયન.
પોરબંદર, 28 જૂન (હિ.સ.)રોજ ઈમરજન્સી કોલ મળતાં જ લોકોની મદદ અને સુરક્ષા માટે દોડી જતી 112 જનરક્ષકની ટીમે હવે ક્રિકેટના મેદાનમાં પણ પોતાની જીતનો ઝંડો લહેરાવ્યો છે. પોરબંદરના ખાપટ ક્રિકેટ બોક્સ ખાતે 108 એમ્બ્યુલન્સ દ્વારા આયોજિત બોક્સ ક્રિકેટ ટુર્નામે
લોકોની રક્ષા કરતી 112 જનરક્ષકની ટીમ ક્રિકેટમાં બની ચેમ્પિયન.


લોકોની રક્ષા કરતી 112 જનરક્ષકની ટીમ ક્રિકેટમાં બની ચેમ્પિયન.


લોકોની રક્ષા કરતી 112 જનરક્ષકની ટીમ ક્રિકેટમાં બની ચેમ્પિયન.


પોરબંદર, 28 જૂન (હિ.સ.)રોજ ઈમરજન્સી કોલ મળતાં જ લોકોની મદદ અને સુરક્ષા માટે દોડી જતી 112 જનરક્ષકની ટીમે હવે ક્રિકેટના મેદાનમાં પણ પોતાની જીતનો ઝંડો લહેરાવ્યો છે. પોરબંદરના ખાપટ ક્રિકેટ બોક્સ ખાતે 108 એમ્બ્યુલન્સ દ્વારા આયોજિત બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 108 એમ્બ્યુલન્સ, 112 જનરક્ષક અને 102 ખિલખિલાટની ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા યોજાયા હતા.9 ખેલાડીઓ અને 10 ઓવરના ઝડપી ફોર્મેટમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં તમામ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેલાડીઓએ પોતાની રમતની કુશળતા, સંકલન અને રમતિયાળ ભાવનાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન દર્શકોને રોમાંચક અને કાંટાની ટક્કરના મુકાબલા જોવા મળ્યા હતા.અંતે શાનદાર ટીમવર્ક, દમદાર બેટિંગ અને સચોટ બોલિંગના જોરે 112 જનરક્ષકની ટીમે ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી હતી. વિજેતા બનતાં ખેલાડીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત મેયર સાગર મોદીએ વિજેતા ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, “રસ્તા પર લોકોની સુરક્ષા માટે જે ટીમવર્ક, સંકલન અને તત્પરતા 112 જનરક્ષકની ટીમ દર્શાવે છે, એ જ જુસ્સો આજે ક્રિકેટના મેદાનમાં પણ જોવા મળ્યો છે. આવા કાર્યક્રમો કર્મચારીઓમાં એકતા, અકતા આત્મવિશ્વાસ અને સ્વસ્થ સ્પર્ધાની ભાવનાને પ્રોત્સાહન આપે છે. “

લોકોની સુરક્ષા માટે દિવસ-રાત ખડેપગે રહેતા 112 જનરક્ષકના જવાનોએ આ જીત સાથે સાબિત કરી દીધું છે કે તેઓ માત્ર ફરજના મેદાનમાં જ નહીં, પરંતુ રમતગમતના મેદાનમાં પણ સાચા ચેમ્પિયન છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande