વરસાદની શરૂઆતથી નવા સાંગાણા-કુંઢેલી-ઘાટરવાળા સહિત ઠાડચ વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીની લહેર, મોલાતને મળ્યું જીવતદાન
ભાવનગર, 28 જૂન (હિ.સ.)ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવા સાંગાણા, કુંઢેલી, ઘાટરવાળા અને ઠાડચ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત સાથે સારો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા
વરસાદ


ભાવનગર, 28 જૂન (હિ.સ.)ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવા સાંગાણા, કુંઢેલી, ઘાટરવાળા અને ઠાડચ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત સાથે સારો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. વરસાદ થતાં ખેતરોમાં વાવેલા મોલાતના પાકને જીવતદાન મળ્યું છે અને પાકની વૃદ્ધિ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે.

વરસાદના આગમનથી સુકાઈ જવાની કગાર પર આવેલા પાકમાં ફરી હરિયાળી જોવા મળી રહી છે. ખાસ કરીને બાજરી, કપાસ, મગફળી, તલ તેમજ અન્ય ખરીફ પાકોને આ વરસાદથી મોટો લાભ થયો છે. જમીનમાં પૂરતો ભેજ ઉતરતા ખેડૂતો હવે આગામી વાવણી અને ખેતીના અન્ય કાર્યોમાં પણ ઝડપ લાવી રહ્યા છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ સમયસર પડેલા વરસાદથી સિંચાઈ પરનો ખર્ચ ઘટશે અને પાકનું ઉત્પાદન પણ સારું મળવાની આશા વધી છે. લાંબા સમયથી વરસાદ ન પડતા ચિંતિત બનેલા ખેડૂતો હવે રાહત અનુભવી રહ્યા છે. ગામડાંઓમાં વરસાદી માહોલ વચ્ચે ખેતરોમાં ફરીથી ચહલપહલ જોવા મળી રહી છે.

વરસાદને કારણે તળાવો, નાના ચેકડેમો અને કુદરતી જળસ્ત્રોતોમાં પણ નવા પાણીની આવક શરૂ થઈ છે, જે આવનારા દિવસોમાં પશુપાલન અને ખેતી બંને માટે લાભદાયી બનશે. જો આગામી દિવસોમાં પણ નિયમિત વરસાદ ચાલુ રહેશે તો સમગ્ર વિસ્તારમાં ખરીફ પાકનું સારું ઉત્પાદન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ રીતે ચોમાસાની પ્રથમ અસરકારક વરસાદી ઝાપટાંએ તળાજા તાલુકાના નવા સાંગાણા, કુંઢેલી, ઘાટરવાળા અને ઠાડચ ગામોના ખેડૂતોને નવી આશા અને ઉત્સાહ આપ્યો છે. ખેડૂતો હવે સારા ચોમાસાની અપેક્ષા સાથે સમૃદ્ધ પાકની આશા રાખી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande