માળિયાહાટીના તાલુકામાં પોલિયો રસીકરણ અભિયાનનો આરંભ : ૧૦૪ બૂથ પર ૧૨,૦૦૦ જેટલા બાળકોને અપાશે પોલિયોના ટીપાં
જુનાગઢ 28 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં પોલિયો રસીકરણ અંતર્ગત ૦ થી ૫ વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયો મુક્ત કરવા માટે વ્યાપક રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશને લોકભોગ્ય બનાવવા અને જનજાગૃતિ ફેલાવવા માટે આજ રોજ ત
માળિયાહાટીના  તાલુકામાં પોલિયો રસીકરણ અભિયાનનો આરંભ


જુનાગઢ 28 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં પોલિયો રસીકરણ અંતર્ગત ૦ થી ૫ વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયો મુક્ત કરવા માટે વ્યાપક રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશને લોકભોગ્ય બનાવવા અને જનજાગૃતિ ફેલાવવા માટે આજ રોજ તમામ પોલિયો બૂથ પર સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયત સદસ્યઓ, તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ સદસ્યઓ ,સામાજિક અને અગ્રણીઓ તેમજ જે-તે ગામના સરપંચઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી બૂથનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું.

આ અભિયાન અંતર્ગત તાલુકાના અંદાજે ૧૨,૦૦૦ જેટલા ભૂલકાઓને 'દો બૂંદ જિંદગી કી' એટલે કે પોલિયો વિરોધી રસીના ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કામગીરીને સફળ બનાવવા માટે સમગ્ર માળિયા તાલુકામાં કુલ ૧૦૪ પોલિયો બૂથ કાર્યરત કરવામાં છે. આ બૂથ પર સવારથી જ રસીકરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ સંપૂર્ણ રાષ્ટ્રીય કાર્યક્રમ સુચારુ રૂપે સંપન્ન થાય તે માટે કુલ ૧૬૬ ટીમો બનાવવામાં આવી છે, જેમાં હેલ્થ સ્ટાફ, આશા બહેનો, આંગણવાડીના બહેનો તેમજ અન્ય સ્વયંસેવકો મળીને કુલ ૩૬૦ જેટલો ઉત્સાહી સ્ટાફ ખડેપગે સેવા આપશે. જેમાં તા.૨૯ અને ૩૦ જૂન દિવસ સુધી ઘરે ઘરે જઈને બાકી રહેલા બાળકોને ટીપા પીવડાવામાં આવશે.

આ સમગ્ર રસીકરણ ઝુંબેશનું સંચાલન અને દેખરેખ સી.ડી.એચ.ઓ. (CDHO) જૂનાગઢ ડો અલ્પેશ સાલ્વી, આર.સી.એચ.ઓ. (RCHO) જૂનાગઢ ડો મનોજ સુતરીયા, તેમજ ટી.એચ.ઓ. (THO) માળિયા ડો એન.જી.ડાભી ના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande