'તુમ્બાડ 2' માં આલિયા ભટ્ટની એન્ટ્રી થઈ.
અભિનેતા અને નિર્માતા સોહમ શાહની બહુપ્રતીક્ષિત હોરર ફિલ્મ ''તુમ્બાડ 2'' ને લઈને, લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર આખરે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. નિર્માતાઓએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, અભિનેત્રી આલિયા ભટ્ટ ફિલ્મનો ભાગ બની ગઈ છે. આ જાહેરાત
ફિલ્મ


અભિનેતા અને નિર્માતા સોહમ શાહની બહુપ્રતીક્ષિત હોરર ફિલ્મ 'તુમ્બાડ 2' ને લઈને, લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર આખરે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. નિર્માતાઓએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, અભિનેત્રી આલિયા ભટ્ટ ફિલ્મનો ભાગ બની ગઈ છે. આ જાહેરાત સાથે જ ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા વધુ વધી ગઈ છે.

સોહમ શાહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આલિયા ભટ્ટ સાથે ઘણી તસવીરો શેર કરી, જેમાં 'તુમ્બાડ' ના પ્રતીકાત્મક લાલ બેકગ્રાઉન્ડ, શેતાની ઢીંગલી, ફાનસ અને લાલ ઘેરા જેવી ઝલક જોવા મળી છે. પોસ્ટ સાથે તેમણે લખ્યું, એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. 'તુમ્બાડ 2' માં તમારું સ્વાગત છે, આલિયા ભટ્ટ. પ્રલય આવશે. સિનેમામાં મળીએ. 03.12.2027. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ 3 ડિસેમ્બર 2027 જાહેર કરી દેવામાં આવી છે.

આલિયા ભટ્ટ પહેલીવાર કોઈ હોરર ફિલ્મનો ભાગ બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, તેમના પ્રશંસકોમાં આ નવી ભૂમિકાને લઈને ઘણો ઉત્સાહ છે. ફિલ્મમાં સોહમ શાહ ફરી એકવાર મુખ્ય ભૂમિકા ભજવશે. આ પહેલા નવાઝુદ્દીન સિદ્દીકીના પણ ફિલ્મ સાથે જોડાવાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી તેની સ્ટારકાસ્ટ વધુ મજબૂત બની છે.

વર્ષ 2018 માં રિલીઝ થયેલી 'તુમ્બાડ' ભારતીય લોકકથાઓ પર આધારિત એક ચર્ચિત હોરર ફિલ્મ હતી, જેને તેની અનોખી વાર્તા, દમદાર નિર્દેશન અને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી માટે વખાણવામાં આવી હતી. રાહી અનિલ બર્વેના નિર્દેશનમાં બનેલી આ પહેલી ફિલ્મને સમય જતાં કલ્ટ ક્લાસિકનો દરજ્જો મળ્યો. હવે સોહમ શાહ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી 'તુમ્બાડ 2' થી દર્શકોને એક વધુ રહસ્યમય અને રોમાંચક સિનેમાઈ અનુભવ મળવાની અપેક્ષા છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande