લાંબા ઇંતજાર પછી ગોવિંદાની વાપસી, નવી ફિલ્મ 'રૂપા'ની ઘોષણા.
બોલિવૂડના ''નાયક નંબર-1'' ગોવિંદા ફરી એકવાર મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યા છે. અભિનેતાએ એક પત્રકાર પરિષદ દરમિયાન પોતાની નવી ફિલ્મ ''રૂપા''ની સત્તાવાર ઘોષણા કરી. આ પ્રસંગે તેમણે ફિલ્મનું પહેલું પોસ્ટર પણ રજૂ કર્યું. ફિલ્મમાં ગોવિંદા સાથે નવો
ગોવિંદા


બોલિવૂડના 'નાયક નંબર-1' ગોવિંદા ફરી એકવાર મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યા છે. અભિનેતાએ એક પત્રકાર પરિષદ દરમિયાન પોતાની નવી ફિલ્મ 'રૂપા'ની સત્તાવાર ઘોષણા કરી. આ પ્રસંગે તેમણે ફિલ્મનું પહેલું પોસ્ટર પણ રજૂ કર્યું. ફિલ્મમાં ગોવિંદા સાથે નવોદિત અભિનેત્રી રાની સ્વર્ણકાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ગોવિંદા છેલ્લે વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'રંગીલા રાજા'માં દેખાયા હતા.

ગોવિંદા આ ફિલ્મમાં માત્ર મુખ્ય અભિનેતા જ નહીં, પરંતુ નિર્માતાની ભૂમિકા પણ ભજવી રહ્યા છે. ફિલ્મ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, 'રૂપા' ખાસ કરીને યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ ફિલ્મ યુવાનોને પોતાના સપના પર વિશ્વાસ કરવા અને તેમને પૂરા કરવાની પ્રેરણા આપશે. અભિનેતાએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે આ ફિલ્મ દર્શકોના દિલ પર પોતાની અલગ છાપ છોડશે.

પોતાના લાંબા અંતરાલ પર વાત કરતા ગોવિંદાએ કહ્યું કે, ઘણા લોકોએ માની લીધું હતું કે, હવે તેઓ ફિલ્મોમાં વાપસી નહીં કરે. તેમણે કહ્યું, લોકો કહેતા રહ્યા કે, હવે હું ફિલ્મોમાં જોવા નહીં મળું, પરંતુ મેં હંમેશા નવી શરૂઆત પર ભરોસો કર્યો. કદાચ આ જ મારી નિયતિ હતી કે, મારે વારંવાર પોતાને સાબિત કરવું પડ્યું. તેમણે કહ્યું કે, હવે તેઓ એક નવી ઊર્જા અને નવા ઉત્સાહ સાથે દર્શકો વચ્ચે પાછા ફરી રહ્યા છે.

ગોવિંદાએ જણાવ્યું કે, 'રૂપા' તેમની કારકિર્દીની નવી પારીની શરૂઆત હશે. જોકે, ફિલ્મની રજૂઆતની તારીખ અને અન્ય કલાકારોને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. અભિનેતાના આ એલાન પછી તેમના પ્રશંસકોમાં ફરી એકવાર તેમને મોટા પડદા પર જોવાનો ઉત્સાહ વધી ગયો છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande