ગેંગસ્ટર નીતિશ કૌશલની અમેરિકામાં એફબીઆઈએ ધરપકડ કરી
વોશિંગ્ટન, નવી દિલ્હી, 17 જુલાઈ (હિ.સ.). અમેરિકી સંઘીય તપાસ બ્યુરો (એફબીઆઈ) એ, ભારતીય ગેંગસ્ટરો વિરુદ્ધ સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. એફબીઆઈએ જણાવ્યું કે, ગેંગસ્ટર નીતિશ કૌશલની ધરપકડ કરવામાં આવી છે. બ્યુરોએ આ પહેલા તેનું નામ પોતાની મોસ્ટ વોન્ટેડ
ગેંગસ્ટર નીતિશ કૌશલ


વોશિંગ્ટન, નવી દિલ્હી, 17 જુલાઈ (હિ.સ.). અમેરિકી સંઘીય તપાસ બ્યુરો (એફબીઆઈ) એ, ભારતીય ગેંગસ્ટરો વિરુદ્ધ સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. એફબીઆઈએ જણાવ્યું કે, ગેંગસ્ટર નીતિશ કૌશલની ધરપકડ કરવામાં આવી છે. બ્યુરોએ આ પહેલા તેનું નામ પોતાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ કર્યું હતું. તેના પર હત્યા, અપહરણ, ડ્રગ્સની તસ્કરી, ખંડણી, હથિયારોની તસ્કરી, મની લોન્ડરિંગ અને માનવ તસ્કરી જેવા ગુનાઓમાં સામેલ હોવાનો આરોપ છે.

સંઘીય તપાસ બ્યુરોએ એક્સ હેન્ડલ પર માહિતી શેર કરી કે, ગેંગસ્ટર નીતિશ કૌશલની ગુરુવારે વર્મોન્ટમાં ધરપકડ કરવામાં આવી છે. એફબીઆઈએ લોકોને અપીલ કરી છે કે, ગુનાહિત પ્રવૃત્તિઓની તપાસ સાથે સંકળાયેલા ગુનાઓ માટે વોન્ટેડ અન્ય ભાગેડુઓને શોધવામાં તેની મદદ કરે. એફબીઆઈએ મંગળવારે નીતિશ કૌશલને એક આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠનનો ગુર્ગો જાહેર કર્યો હતો.

બ્યુરો અનુસાર, આ સંગઠન હત્યા, અપહરણ, ડ્રગ્સની તસ્કરી, ખંડણી, હથિયારોની તસ્કરી, મની લોન્ડરિંગ અને માનવ તસ્કરી જેવા ગુનાઓમાં સક્રિય છે. આ સંગઠન ભારતના પંજાબમાં વિકસ્યું અને બાદમાં કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ અને અન્ય સ્થળોએ કામ કરવા લાગ્યું. એફબીઆઈના સકંજામાં આવેલો ગેંગસ્ટર નીતિશ કૌશલ ભગવાનપુરિયા ગેંગ માટે કામ કરતો રહ્યો છે. એફબીઆઈએ જણાવ્યું કે, નીતિશ ભારતીય નાગરિક છે. લોસ એન્જલસમાં કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટની અમેરિકી જિલ્લા અદાલતે 25 જૂને નીતિશ કૌશલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. એફબીઆઈની આ કાર્યવાહી 'ઓપરેશન હાર્ડ બોલ' હેઠળ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande