બાંગ્લાદેશના 9 મુસ્લિમ ધર્મગુરુ કાઠમંડુ પહોંચ્યા, પ્રવાસના ઉદ્દેશ્યનો ખુલાસો થયો નથી.
કાઠમંડુ, નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.) બાંગ્લાદેશના 9 ઇસ્લામિક ધર્મગુરુઓ નેપાળ આવ્યા પછી સુરક્ષા દળો સતર્ક થઈ ગયા છે. જોકે, તેમના નેપાળ પ્રવાસના ઉદ્દેશ્ય વિશે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ માહિતી સાર્વજનિક કરવામાં આવી નથી. આ સાથે તેમના પ્રવાસનો કાર્યક્
નેપાળ


કાઠમંડુ, નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.) બાંગ્લાદેશના 9 ઇસ્લામિક ધર્મગુરુઓ નેપાળ આવ્યા પછી સુરક્ષા દળો સતર્ક થઈ ગયા છે. જોકે, તેમના નેપાળ પ્રવાસના ઉદ્દેશ્ય વિશે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ માહિતી સાર્વજનિક કરવામાં આવી નથી. આ સાથે તેમના પ્રવાસનો કાર્યક્રમ પણ સાર્વજનિક કરવામાં આવ્યો નથી.

ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ઇમિગ્રેશન વિભાગ અનુસાર, બાંગ્લાદેશના 9 ઇસ્લામિક ધર્મગુરુઓ ગઈ રાત્રે લગભગ 9 વાગ્યે બટિક એરની ઓડી-182 (કુઆલાલંપુર–કાઠમંડુ) ફ્લાઇટથી નેપાળ પહોંચ્યા. આ તમામે 30 દિવસનો પર્યટક વિઝા લીધો છે. ઇમિગ્રેશન વિભાગ મુજબ તેમનો નેપાળ પ્રવાસ લગભગ બે અઠવાડિયાનો રહેવાની સંભાવના છે. નેપાળ પહોંચેલા ઇસ્લામિક ધર્મગુરુઓમાં મોહમ્મદ અક્કાસ અલી, અમીનુલ ઇસ્લામ, મોહમ્મદ મુસ્તાફિઝાર રહેમાન, મોહદ ગોલામ મોસ્તોફા, મોહમ્મદ મોક્લાસુર રહેમાન, એકેએમ મોનિરુઝ્ઝમાન લાવલુ, સૈયદ શૌકત અલી, મોહમ્મદ મોન્સુર રહેમાન અને મોહમ્મદ અનિસુર રહેમાનનો સમાવેશ થાય છે.

નેપાળ પોલીસના આતંકવાદ વિરોધી સેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અચાનક તેમના કોઈ કાર્યક્રમ વિના આવવાને કારણે પોલીસનું વિશેષ બ્યુરો તેમના પર નજર રાખી રહ્યું છે. નેપાળના સુરક્ષા દળોને આ આશંકા છે કે, ખુલ્લી સરહદનો લાભ ઉઠાવીને તેઓ ભારતમાં પ્રવેશ કરી શકે છે. તેથી તમામ સરહદી જિલ્લાઓના સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande