અમેરિકાનો ઈરાન પર સતત 8મી રાત હુમલો, જૉર્ડનમાં અમેરિકી સૈન્ય ઠેકાણા પર થયેલા હુમલાનો જવાબ ગણાવાયો
તેહરાન/વૉશિંગ્ટન, નવી દિલ્હી, 19 જુલાઈ (હિ.સ.). રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકી સેનાએ શનિવારે સતત આઠમી રાત ઈરાન પર હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી જૉર્ડનમાં એક અમેરિકી સૈન્ય બેઝ પર થયેલા ઈરાની હુમલાનો જવાબ છે, જેમાં બે અમેરિકી સૈનિકોના મો
સેંટકોમ દ્વારા એક્સ પર શેર કરાયેલો સંદેશ


તેહરાન/વૉશિંગ્ટન, નવી દિલ્હી, 19 જુલાઈ (હિ.સ.). રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકી સેનાએ શનિવારે સતત આઠમી રાત ઈરાન પર હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી જૉર્ડનમાં એક અમેરિકી સૈન્ય બેઝ પર થયેલા ઈરાની હુમલાનો જવાબ છે, જેમાં બે અમેરિકી સૈનિકોના મોત થયા હતા.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેંટકોમ) દ્વારા એક્સ પર શેર કરવામાં આવેલા સંદેશમાં જણાવાયું છે કે, આજે સાંજે 6 વાગ્યે કમાન્ડર-ઇન-ચીફના આદેશ પર અમેરિકી સેનાએ ઈરાન વિરુદ્ધ નવા હવાઈ હુમલા શરૂ કર્યા. આ હુમલાઓનો હેતુ હોર્મુઝ જળસંધિમાં કોમર્શિયલ શિપિંગ માટે અવરોધરૂપ બનેલા ઈરાનની ક્ષમતાને વધુ ઘટાડવાનો છે. સાથે જ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) દળોને સજા આપવાનો છે જેમણે ગઈકાલે રાત્રે જૉર્ડનમાં અમેરિકી સૈનિકો પર હુમલા કર્યા હતા.

તાજા હુમલામાં અમેરિકાએ લડાકુ વિમાનો અને મિસાઈલોથી દક્ષિણ ઈરાનના દરિયાકાંઠાના શહેરો સિરીક, હાજીઆબાદ, બંદર અબ્બાસ અને કેશ્મ દ્વીપના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા. આ પહેલા અમેરિકાએ ઈરાનમાં સતત હુમલા કરીને છેલ્લા કેટલાક દિવસોમાં ઈરાનના અનેક પુલ, રેલવે સ્ટેશન, એરપોર્ટ, વીજળી ગ્રીડ અને એક વોટર પ્લાન્ટને તબાહ કરી દીધા.

ઈરાને પણ અમેરિકી હુમલા સામે વળતો પ્રહાર કરતા ખાડી દેશોમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. ઈરાનની સેનાએ કુવૈત અને બહેરીનમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ અને પાંચમા કાફલાના કમાન્ડ સેન્ટરો પર ડ્રોન અને બેલિસ્ટિક મિસાઈલો છોડી છે. ઇરાકના ઇરબિલ શહેરમાં સ્થિત અમેરિકી વાણિજ્ય દૂતાવાસે હવાઈ હુમલાઓથી બચવા માટે પોતાની એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી છે. ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે 27 જૂનથી 18 જુલાઈની વચ્ચે અમેરિકી હવાઈ હુમલાઓમાં 50 લોકોના મોત થયા છે, જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande