અફઘાનિસ્તાનમાં પૂરથી 20 લોકોના મોત, 80થી વધુ ઘાયલ, 100 ગુમ
કાબુલ (અફઘાનિસ્તાન), નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.). અફઘાનિસ્તાનમાં ભારે વરસાદથી જાનમાલને નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે પૂર્વ અફઘાનિસ્તાનના નૂરિસ્તાન પ્રાંતમાં સોમવારે અચાનક આવેલા પૂરથી હાહાકાર મચી ગયો. સરકારી અધિકારીઓ અનુસાર, આ દરમિયાન 20 લોકોન
અફઘાનિસ્તાનમાં ભારે વરસાદથી જાનમાલને નુકસાન


કાબુલ (અફઘાનિસ્તાન), નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.). અફઘાનિસ્તાનમાં ભારે વરસાદથી જાનમાલને નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે પૂર્વ અફઘાનિસ્તાનના નૂરિસ્તાન પ્રાંતમાં સોમવારે અચાનક આવેલા પૂરથી હાહાકાર મચી ગયો. સરકારી અધિકારીઓ અનુસાર, આ દરમિયાન 20 લોકોના મોત થયા. ઓછામાં ઓછા 80 લોકો ઘાયલ થયા. લગભગ 100 લોકો ગુમ હોવાનું જણાવાઈ રહ્યું છે.

અફઘાનિસ્તાનની ન્યૂઝ એજન્સી પઝવોકના રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ તેની પુષ્ટિ કરી છે. તેણે મૃત્યુઆંક વધવાની પણ આશંકા વ્યક્ત કરી છે. ઓથોરિટીનું કહેવું છે કે, શરૂઆતી જાણકારી મુજબ, નૂરિસ્તાન પ્રાંતની રાજધાની પારુનમાં તાજેતરમાં આવેલા પૂરથી ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. 80થી વધુ લોકો ઘાયલ થયા છે અને 100થી વધુ લોકો ગુમ છે.

ઓથોરિટીએ નિવેદનમાં જણાવ્યું કે, આ આંકડા શરૂઆતી છે અને અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ દળ હજુ પણ કામ કરી રહ્યા છે. ઓથોરિટીએ એમ પણ કહ્યું કે, સર્વે અને આકલનની પ્રક્રિયા પૂરી થયા પછી મીડિયા સાથે પાકી જાણકારી શેર કરવામાં આવશે. મૃતકો અને ઘાયલોની સંખ્યામાં ફેરફાર થઈ શકે છે. પૂરથી ઘણું નુકસાન થયું છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande