
- નાવદ્રા, ડારી, આજોઠા, આદ્રી સહિત એનિમિયા, પૌષ્ટિક આહાર વિશે સમજૂતી અપાઈ
ગીર સોમનાથ, 20 જુલાઈ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં તમામ સેજાઓનાં મુખ્ય સેવિકાશ્રી દ્વારા તા. ૧૭ અને ૧૮ જુલાઈના રોજ શાળાની મુલાકાત લઈ અને પૂર્ણા યોજના અંતર્ગત જે કિશોરીઓ શાળામાં અભ્યાસ કરે છે, તેમને પૂર્ણા યોજના અંતર્ગત વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
માહિતી વિભાગે જણાવ્યું હતું કે નાવદ્રા, ડારી, આજોઠા, આદ્રી, પંડવા, ગોવિંદપરા સહિતના સેજામાં પૂર્ણા યોજના વિશે, પૂર્ણા શક્તિના પેકેટના ઉપયોગ અને તેનાથી થતા ફાયદા, IFA ટેબ્લેટનાં ફાયદા, HB તથા BMI, અંગત સ્વચ્છતા, પૂર્ણા દિવસ ઉજવણી, એનેમિયા વિશે, પૌષ્ટિક અને સમતોલ આહાર પર વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
તમામ મુદ્દાઓ પર શાળાએ જતી ૧૫૦૦થી વધુ કિશોરીઓને યોગ્ય સમજ આપવામાં આવી હતી. બે દિવસમાં વિવિધ સેશન થકી કુલ ૩૨ સ્કૂલોની મુલાકાત લેવામાં આવી હતી અને કિશોરીઓને રાજ્ય સરકારની પૂર્ણા યોજના વિશે તથા એનેમિયા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
આ કામગીરીમાં તમામ ઘટકના સી.ડી.પી.ઓ એમ.એસ. બહેનો તથા આંગણવાડી બહેનો દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રોગ્રામ ઓફિસર પરેશ રાજપુરાનાં માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ ભાવસિંહ મોરી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ