અભયમ 181 દ્વારા માનસિક રીતે અસ્થિર અજાણી મહિલાને સુરક્ષિત આશ્રય અપાયો
સુરત, 20 જુલાઈ (હિ.સ.) : સુરતના અડાજણ વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક માનસિક રીતે અસ્થિર જણાતી એક અજાણી મહિલાને મદદ કરવાના હેતુ સાથે એક જાગૃત નાગરિકે ''181 અભયમ'' મહિલા હેલ્પલાઇન કોલ કરતા અભયમ ઉમરા રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચી મહિલાને સુરક્
Surat


સુરત, 20 જુલાઈ (હિ.સ.) : સુરતના અડાજણ વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક માનસિક રીતે અસ્થિર જણાતી એક અજાણી મહિલાને મદદ કરવાના હેતુ સાથે એક જાગૃત નાગરિકે '181 અભયમ' મહિલા હેલ્પલાઇન કોલ કરતા અભયમ ઉમરા રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચી મહિલાને સુરક્ષિત આશ્રયસ્થાને પહોંચાડી હતી.

અભયમની ટીમે સ્થળ પર પહોંચી મહિલા સાથે સંવેદનશીલતાપૂર્વક વાતચીત કરી કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. હિન્દી ભાષા બોલતી આ મહિલા માનસિક અસ્વસ્થતાના કારણે વારંવાર બદલાતા નામ આપતી હતી અને પરિવાર કે સરનામા અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપી શકતી નહોતી. પ્રાથમિક વાતચીતમાં તે પંજાબ તરફની હોવાનું જણાતું હતું. મહિલાની નબળી શારીરિક સ્થિતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અભયમ ટીમે નવજીવન માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત 'પ્રભુ સેવા આશ્રમ' ખાતે તેને સુરક્ષિત આશ્રય અપાવ્યો છે, જ્યાં તેને ભોજન, સારવાર અને યોગ્ય સંભાળ રાખવામાં આવી રહી છે.

આ મહિલા કે તેના પરિવાર વિશે જો કોઈને જાણકારી હોય તો 181 હેલ્પલાઇનનો સંપર્ક કરવા જણાવાયું છે, જેથી મહિલાને તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande