
નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.). અદાણી જૂથે મીડિયાના તે અહેવાલો અને બજારમાં ચાલી રહેલી અટકળોને ફગાવી દીધા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તે એરલાઇન (વિમાનન કંપની) વ્યવસાયમાં પ્રવેશવાની યોજના બનાવી રહ્યું છે.
અદાણી જૂથે શુક્રવારે ‘એક્સ’ પર એક પોસ્ટમાં જણાવ્યું કે, અમે તાજેતરના તે મીડિયા અહેવાલો અને બજારની અટકળોનો સ્પષ્ટપણે ખંડન કરવા માંગીએ છીએ, જેમાં કહેવામાં આવ્યું છે કે, અદાણી એન્ટરપ્રાઇઝિસ એરલાઇન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જૂથે આ દાવાઓને 'સંપૂર્ણપણે પાયાવિહોણા અને તથ્યહીન' ગણાવ્યા. કંપનીએ જણાવ્યું કે, અદાણી એન્ટરપ્રાઇઝિસ એરલાઇન વ્યવસાયમાં પ્રવેશવાના કોઈપણ પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ