આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે માત્ર છ દિવસ બાકી, અંતિમ તારીખ 31 જુલાઈ
નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.) આવકવેરા ચૂકવતા કરદાતાઓ માટે આઈટીઆર ફાઇલ કરવું ફરજિયાત છે. આવકવેરા રિટર્ન (આઈટીઆર) ફાઇલ કરવાની અંતિમ તારીખ ખૂબ નજીક છે. નાણાકીય વર્ષ 2025-26 (આકારણી વર્ષ 2026-27) માટે આઈટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2026 નિર્ધાર
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.) આવકવેરા ચૂકવતા કરદાતાઓ માટે આઈટીઆર ફાઇલ કરવું ફરજિયાત છે. આવકવેરા રિટર્ન (આઈટીઆર) ફાઇલ કરવાની અંતિમ તારીખ ખૂબ નજીક છે. નાણાકીય વર્ષ 2025-26 (આકારણી વર્ષ 2026-27) માટે આઈટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2026 નિર્ધારિત છે. આઈટીઆર ફાઇલ કરવા માટે હવે માત્ર છ દિવસ જ બાકી છે.

આવકવેરા વિભાગે શનિવારે એક્સ પોસ્ટમાં જણાવ્યું કે, છેલ્લા સમયની રાહ ન જુઓ, આકારણી વર્ષ 2026–27 માટે પોતાનું આઈટીઆર-1 અને આઈટીઆર-2, 31 જુલાઈ, 2026 પહેલાં ફાઇલ કરો. વિભાગે જણાવ્યું કે, http://incometax.gov.in પર જઈને પોતાનું આવકવેરા રિટર્ન (આઈટીઆર) કોઈપણ દંડ વિના 31 જુલાઈની અંતિમ તારીખ પહેલાં ફાઇલ કરો.

આવકવેરા વિભાગે જણાવ્યું કે, મોટાભાગના પગારદાર અને વ્યક્તિગત કરદાતાઓએ 31 જુલાઈની અંતિમ તારીખ અને સમયથી બચવા માટે અધિકૃત આવકવેરા ઈ-ફાઇલિંગ પોર્ટલ પર જઈને પોતાનું રિટર્ન અવશ્ય ફાઇલ કરી લેવું જોઈએ. જો તમે 31 જુલાઈની અંતિમ સમય-મર્યાદા ચૂકી જાઓ છો, તો તમારી પાસે બિલેટેડ રિટર્ન ફાઇલ કરવાનો વિકલ્પ રહે છે, પરંતુ તેમાં વિલંબ કરવાથી તમને દંડ, વધારાનું વ્યાજ અને ઘણા કર લાભો ગુમાવવા પડી શકે છે.

નોંધનીય છે કે, આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 139(4) હેઠળ, જે કરદાતાઓ નિયત તારીખ સુધી રિટર્ન ફાઇલ કરી શકતા નથી, તેઓ 31 ડિસેમ્બર 2026 સુધી અથવા આકારણી પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં પોતાનું બિલેટેડ રિટર્ન જમા કરાવી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande