ઊર્જા સુરક્ષાની દિશામાં મહાનદી અપતટીય બેસિનમાં પ્રથમ મૂલ્યાંકન કૂવાની ડ્રિલિંગ શરૂ: હરદીપ પુરી
નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.). કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ, શનિવારે મહાનદી અપતટીય બેસિનમાં પ્રથમ મૂલ્યાંકન કૂવાની ડ્રિલિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. પુરીએ આને ઊર્જા આયાત પર નિર્ભરતા ઘટાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલુ
અપતટીય બેસિનમાં પ્રથમ મૂલ્યાંકન કૂવાની ડ્રિલિંગ


નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.). કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ, શનિવારે મહાનદી અપતટીય બેસિનમાં પ્રથમ મૂલ્યાંકન કૂવાની ડ્રિલિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. પુરીએ આને ઊર્જા આયાત પર નિર્ભરતા ઘટાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.

હરદીપ સિંહ પુરીએ આ અવસરને ઊર્જા સુરક્ષાની દિશામાં ભારતની યાત્રામાં એક નવા અધ્યાયની શરૂઆત ગણાવ્યો. તેમણે કહ્યું કે, ડ્રિલિંગની શરૂઆત એક દાયકાના દૂરંદેશી સુધારાઓનું પરિણામ છે. મંત્રીએ કહ્યું કે, આ સુધારાઓએ દેશના સંશોધન અને ઉત્પાદન પરિદૃશ્યને બદલી નાખ્યું છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ સરકારના સંશોધન સુધારાઓ હેઠળ થયેલી પ્રગતિ વિશે જણાવતા કહ્યું કે, ઓએએલપી હેઠળ લગભગ 3.8 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા 172 સંશોધન બ્લોક ફાળવવામાં આવ્યા છે, જેમાં 4.3 અબજ અમેરિકી ડોલરથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન જ લગભગ 674 કૂવાઓનું ખોદકામ કરવામાં આવ્યું, પાંચ નવા ભંડારો શોધાયા અને સાત ભંડારોમાંથી ઉત્પાદન શરૂ થયું.

હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, દરેક એક મીટરનું ડ્રિલિંગ આપણને આયાત પર નિર્ભરતા ઘટાડવા, આત્મનિર્ભરતા મજબૂત કરવા અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની નજીક લાવે છે. તેમણે આ માટે ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા લિમિટેડ, હાઇડ્રોકાર્બન મહાનિદેશાલય, તકનીકી ભાગીદારો અને સમગ્ર સંશોધન સમુદાયને અભિનંદન આપતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આજે શરૂ થયેલું ખોદકામ ભારતના અપતટીય સંશોધન પ્રયાસોને વધુ મજબૂત કરશે અને દેશની દીર્ઘકાલીન ઊર્જા સુરક્ષા અને ઊર્જા આત્મનિર્ભરતાના લક્ષ્યમાં યોગદાન આપશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande