પાટણ જિલ્લામાં ભારે વરસાદના રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને 25 જવાનોની SDRFની ટીમ પાટણ ખાતે તૈનાત કરવામાં આવી
પાટણ, 25 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લામાં ભારે વરસાદના રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને 25 જવાનોની SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ટીમ પાટણ ખાતે તૈનાત કરવામાં આવી છે. ટીમ આધુનિક બચાવ સાધનો સાથે સજ્જ છે અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક રેસ્ક્યુ
પાટણ જિલ્લામાં ભારે વરસાદના રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને 25 જવાનોની SDRFની ટીમ પાટણ ખાતે તૈનાત કરવામાં આવી


પાટણ જિલ્લામાં ભારે વરસાદના રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને 25 જવાનોની SDRFની ટીમ પાટણ ખાતે તૈનાત કરવામાં આવી


પાટણ, 25 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લામાં ભારે વરસાદના રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને 25 જવાનોની SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ટીમ પાટણ ખાતે તૈનાત કરવામાં આવી છે. ટીમ આધુનિક બચાવ સાધનો સાથે સજ્જ છે અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી માટે સંપૂર્ણ રીતે તૈયાર રાખવામાં આવી છે.

સાંતલપુર અને રાધનપુર તાલુકાના અનેક ગામોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. અનેક સ્થળોએ પાણીના તેજ પ્રવાહમાં વાહનો ફસાવાની ઘટનાઓ સામે આવી રહી છે. પોલીસ અને સ્થાનિક લોકોના સહયોગથી અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી સતત ચાલી રહી છે.

SDRFની ટીમ પાસે રબર બોટ, ફાઇબર બોટ, BVM મોટર, વૃક્ષ કાપવાના હેવી કટર, લાઈફ બોય જેકેટ, જનરેટર સહિતના તમામ જરૂરી બચાવ સાધનો ઉપલબ્ધ છે. સૂચના મળતા જ ટીમ સાંતલપુર અને રાધનપુર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી તાત્કાલિક બચાવ અભિયાન શરૂ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande