જાળિયા અને સોનગઢ સ્ટેશનો પર બે જોડી પેસેન્જર ટ્રેનોનો પ્રાયોગિક સ્ટોપેજ
ભાવનગર, 26 જુલાઈ (હિ.સ.) : મુસાફરોને વધુ સારી રેલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને સ્થાનિક સ્તરે રેલ સંપર્કને વધુ મજબૂત કરવાના હેતુથી પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સક્ષમ ઓથોરિટીની મંજૂરી બાદ ભાવનગર ડિવિઝનના જાળિયા (JA) અને સોન
જાળિયા અને સોનગઢ સ્ટેશનો પર બે જોડી પેસેન્જર ટ્રેનો


ભાવનગર, 26 જુલાઈ (હિ.સ.) : મુસાફરોને વધુ સારી રેલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને સ્થાનિક સ્તરે રેલ સંપર્કને વધુ મજબૂત કરવાના હેતુથી પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સક્ષમ ઓથોરિટીની મંજૂરી બાદ ભાવનગર ડિવિઝનના જાળિયા (JA) અને સોનગઢ (SGD) સ્ટેશનો પર બે જોડી પેસેન્જર ટ્રેનોને પ્રાયોગિક સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ વ્યવસ્થા 1 ઓગસ્ટ, 2026 થી અમલમાં આવશે.

ભાવનગર ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ નીચે મુજબની ટ્રેનોનો પ્રાયોગિક સ્ટોપેજ રહેશે:

જાળિયા (JA) સ્ટેશન પર:

• ટ્રેન નંબર 59557/59560: પોરબંદર–ભાવનગર–પોરબંદર પેસેન્જર

• ટ્રેન નંબર 59558/59559: ભાવનગર–વેરાવળ–ભાવનગર પેસેન્જર

સોનગઢ (SGD) સ્ટેશન પર:

• ટ્રેન નંબર 59557/59560: પોરબંદર–ભાવનગર–પોરબંદર પેસેન્જર

ડિવિઝનલ રેલવે મેનેજર દિનેશ વર્માએ જણાવ્યું હતું કે આ ટ્રેનોના પ્રાયોગિક સ્ટોપેજથી જાળિયા અને સોનગઢ વિસ્તારના મુસાફરોને મુસાફરીમાં વધુ સુવિધા મળશે. આ સાથે સ્થાનિક નાગરિકોને વધુ સારું રેલ કનેક્ટિવિટી મળવાથી અવરજવર સરળ બનશે અને પ્રાદેશિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે.

પશ્ચિમ રેલવે મુસાફરોની જરૂરિયાતો અને લોક અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને રેલ સેવાઓનો વિસ્તાર કરવા, મુસાફરોની સુવિધાઓમાં સુધારો કરવા તેમજ સુરક્ષિત, સરળ અને અનુકૂળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે.

મુસાફરોને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલાં સંબંધિત ટ્રેનોના નવતર/અદ્યતન સમય અને અન્ય માહિતી રેલવેના અધિકૃત માધ્યમો દ્વારા અવશ્ય મેળવી લેવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande