પાટણના મુખ્ય પ્રવેશદ્વારે ગંદકીથી લોકો પરેશાન
પાટણ, 26 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા વોર્ડ નંબર-6માં રેલવેના પ્રથમ ગરનાળા પાસે ભારે ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. પાલિકાના કોમ્પ્લેક્સ નજીક જ કચરો એકત્ર થતાં માર્ગનો એક ભાગ અવરોધિત બન્યો છે, જેના કારણે વાહનચાલકો, રા
પાટણના મુખ્ય પ્રવેશદ્વારે ગંદકીથી લોકો પરેશાન


પાટણ, 26 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા વોર્ડ નંબર-6માં રેલવેના પ્રથમ ગરનાળા પાસે ભારે ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. પાલિકાના કોમ્પ્લેક્સ નજીક જ કચરો એકત્ર થતાં માર્ગનો એક ભાગ અવરોધિત બન્યો છે, જેના કારણે વાહનચાલકો, રાહદારીઓ, સ્થાનિક વેપારીઓ અને રોજિંદા અવરજવર કરતા નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ચોમાસાની ઋતુ દરમિયાન આ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની સાથે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સમયસર સફાઈ ન થતાં આસપાસના વિસ્તારની સ્વચ્છતા અને આરોગ્ય બંને પર નકારાત્મક અસર પડી રહી છે.

વોર્ડ નંબર-6ના નગરપાલિકા સભ્ય દીપક પટેલે પાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી તાત્કાલિક સફાઈની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે માત્ર દેખાવ પૂરતી જગ્યાઓ પર સફાઈ કે ફોટોગ્રાફી કરવાની જગ્યાએ ગંદકીગ્રસ્ત અને સ્લમ વિસ્તારોમાં નિયમિત સફાઈ કરવામાં આવે તેમજ તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં સમયસર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે, જેથી નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ મળી શકે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande