
પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરના એમ.જી. રોડ પર આવેલ 'અમૃત આહાર મોલ' ખાતે ખેડૂતો દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડવામાં આવેલી વિવિધ રસાયણમુક્ત ખેતપેદાશોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે પ્રાકૃતિક ખેડૂતોને તેમની પ્રાકૃતિક ખેતપેદાશોનું સીધું વેચાણ કરવા માટે મહત્વપૂર્ણ ઉપયોગી બની રહ્યું છે.
આ અમૃત આહાર મોલની પોરબંદર ના જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીએ મુલાકાત લઈને ઉપલબ્ધ વિવિધ પ્રાકૃતિક ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મોલની કામગીરી અંગે માહિતી મેળવી તેમજ ખેડૂતો સાથે સંવાદ કરી તેમના ઉત્પાદનોના વેચાણ અંગે જાણકારી મેળવી હતી અને જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ પ્રાકૃતિક અને રસાયણમુક્ત ખેતપેદાશોની ખરીદી કરીને ખેડૂતોને પ્રોત્સાહન આપવા તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અપીલ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya