માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા સનખડા-ખત્રીવાડા રોડ પર મરામત કરવામાં આવી
ગીર સોમનાથ, 26 જુલાઈ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા સનખડા-ખત્રીવાડા રોડ પર મરામત કરવામાં આવી હતી. જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે નાગરિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા જરૂરી સાવચેતીના પગલા
માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા


ગીર સોમનાથ, 26 જુલાઈ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા સનખડા-ખત્રીવાડા રોડ પર મરામત

કરવામાં આવી હતી. જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે નાગરિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં જ પડેલા વરસાદના કારણે ઉના તાલુકાના સનખડા - ખત્રીવાડા રોડ પર ભારે વરસાદના કારણે સાઈડ સોલ્ડરનું ધોવાણ થયું હતું. જેના કારણે વાહનચાલકોને અગવડતાઓ વેઠવી પડતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં ખૂબ વરસાદ પડ્યો હતો અને નુકશાન થયું હતું.

માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યક્ષેત્ર હેઠળ ધોવાણ થયેલા સાઈડ સોલ્ડરમાં માટીકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે વાહનચાલકોની મુશ્કેલીમાં ઘટાડો થયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande