
મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) : પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પ સાથે મહેસાણા શહેરના વોર્ડ નં. 9 ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વધુમાં વધુ વૃક્ષો વાવી અને તેનું જતન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
આયોજકોએ જણાવ્યું હતું કે એક પેડ માં કે નામ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને હરિયાળી વધારવા માટે જનભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વૃક્ષારોપણને માત્ર એક દિવસની પ્રવૃત્તિ નહીં પરંતુ ભવિષ્યની પેઢીઓ માટેની જવાબદારી ગણાવી હતી.
કાર્યક્રમ દરમિયાન હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું સંરક્ષણ કરવા સૌને અપીલ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR