ખેરાલુ પોલીસનો જુગાર પર દરોડો: પાંચ શખ્સ ઝડપાયા, રોકડ જપ્ત
મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ખેરાલુ પોલીસે જુગારની પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરતાં કેશરપુરા (ડભોડા) ગામ નજીક ખુલ્લા ખેતરમાં ચાલતા તીન પત્તીના જુગાર પર દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી ₹10,400ની રોકડ ર
ખેરાલુ પોલીસનો જુગાર પર દરોડો, પાંચ શખ્સ ઝડપાયા; ₹10,400ની રોકડ જપ્ત


મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ખેરાલુ પોલીસે જુગારની પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરતાં કેશરપુરા (ડભોડા) ગામ નજીક ખુલ્લા ખેતરમાં ચાલતા તીન પત્તીના જુગાર પર દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી ₹10,400ની રોકડ રકમ અને 52 ગંજીપત્તા કબજે કરી ગણનાપાત્ર ગુનો નોંધ્યો છે.

ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા ખેરાલુ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જય કંસારાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર પી.આર. કરેણની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી બાતમીના આધારે કેશરપુરા (ડભોડા) ગામ નજીક ખુલ્લા ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન ઉદાજી સરદારજી હલાજી ઠાકોર, લક્ષ્મણજી ચેલાજી કાનાજી ઠાકોર, રૂપાજી કાનાજી હલાજી ઠાકોર, દિનેશજી બાલુજી હલાજી ઠાકોર અને ભરતજી વરવાજી કચરાજી ઠાકોર (તમામ રહે. કેશરપુરા-ડભોડા, તા. ખેરાલુ)ને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા.

આ કામગીરીમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રમેશ લાલજીભાઈ તેમજ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ફુલદીપસિંહ વિજયસિંહ, કરણસિંહ દશરથસિંહ, જિગ્નેશકુમાર ડાહ્યાભાઈ, નયનકુમાર ગોવિંદભાઈ, જયરાજસિંહ વિજયસિંહ, કેશાજી બળદેવજી, દલપુજી રમેશજી અને મેહુલકુમાર ગુલાબભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસ દ્વારા આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande