મહેસાણા–બલોલ–કાલરી રોડ પર ભારે વરસાદ વચ્ચે યુદ્ધના ધોરણે મરામત કામગીરી
મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે માર્ગોની સુરક્ષા અને વાહનવ્યવહાર સુગમ રહે તે માટે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા મહેસાણા–બલોલ–કાલરી રોડ પર યુદ્ધના ધોરણે રક્ષણાત્મક કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદ
મહેસાણા–બલોલ–કાલરી રોડ પર ભારે વરસાદ વચ્ચે યુદ્ધના ધોરણે મરામત કામગીરી


મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે માર્ગોની સુરક્ષા અને વાહનવ્યવહાર સુગમ રહે તે માટે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા મહેસાણા–બલોલ–કાલરી રોડ પર યુદ્ધના ધોરણે રક્ષણાત્મક કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદને કારણે માર્ગને નુકસાન ન પહોંચે અને મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે.

વિભાગ દ્વારા માર્ગના સાઇડ સોલ્ડરમાં માટી ભરી તેને મજબૂત બનાવવામાં આવ્યા છે. જ્યાં વરસાદી પાણીના કારણે ધોવાણની શક્યતા હતી ત્યાં જરૂરી મેટલ વર્ક કરીને માર્ગને સુરક્ષિત કરવામાં આવ્યો છે. ઉપરાંત વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે સાઇડ ડ્રેનેજનું રી-શેપિંગ કરી તેની સફાઈ પણ કરવામાં આવી છે, જેથી માર્ગ પર પાણી ભરાવાની સ્થિતિ ટાળી શકાય.

માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ભારે વરસાદ વચ્ચે પણ સતત સ્થળ નિરીક્ષણ અને મોનિટરિંગ કરી રહ્યા છે. જ્યાં પણ માર્ગને નુકસાન થવાની સંભાવના કે નુકસાન જોવા મળે છે ત્યાં તાત્કાલિક મરામત અને રક્ષણાત્મક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

વિભાગે જણાવ્યું છે કે સમગ્ર ચોમાસા દરમિયાન માર્ગોની સતત દેખરેખ રાખી સલામત, સુગમ અને અવરોધમુક્ત વાહનવ્યવહાર જાળવવા માટેની કામગીરી સતત ચાલુ રહેશે, જેથી મુસાફરોને વરસાદી માહોલમાં પણ સરળ અને સુરક્ષિત મુસાફરી મળી રહે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande