ભારે વરસાદની આગાહી વચ્ચે સિદ્ધપુર આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ, રજાના દિવસે પણ આરોગ્ય ટીમો મેદાનમાં સક્રિય
પાટણ, 26 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને સંભવિત રોગચાળાની આગાહીને ધ્યાનમાં રાખીને સિદ્ધપુર તાલુકાનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. રવિવારની જાહેર રજાના દિવસે પણ તાલુકા હેલ્થ ઓફિસર રાહુલભાઈ ચૌધરીના
ભારે વરસાદની આગાહી વચ્ચે સિદ્ધપુર આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ, રજાના દિવસે પણ આરોગ્ય ટીમો મેદાનમાં સક્રિય


પાટણ, 26 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને સંભવિત રોગચાળાની આગાહીને ધ્યાનમાં રાખીને સિદ્ધપુર તાલુકાનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. રવિવારની જાહેર રજાના દિવસે પણ તાલુકા હેલ્થ ઓફિસર રાહુલભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમોએ વિવિધ ગામોમાં સઘન મુલાકાતો કરી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે જરૂરી પૂર્વ તૈયારીઓની ચકાસણી કરવામાં આવી હતી.

આરોગ્ય કેન્દ્રોની કામગીરી, દવાઓનો જથ્થો, સ્વચ્છતા વ્યવસ્થા તેમજ સ્થાનિક આરોગ્ય કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગની સતર્ક અને ઝડપી કામગીરીને કારણે સંભવિત રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande