અમદાવાદમાં આજે સવારથી જ વરસાદથી જળબંબાકાર,ધોળકા-ધંધુકામાં પણ ભારે વરસાદ,11 જિલ્લામાં યલો એલર્ટ
- એક કલાકમાં થલતેજમાં 1.69 ઇંચ વરસાદ - પોણા ઇંચ વરસાદમાં અમદાવાદમાં જળબંબાકાર. અમદાવાદ,27 જુલાઇ (હિ.સ.) અમદાવાદમાં સોમવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધ
Ahmedabad has been flooded with rain since this morning


- એક કલાકમાં થલતેજમાં 1.69 ઇંચ વરસાદ

- પોણા ઇંચ વરસાદમાં અમદાવાદમાં જળબંબાકાર.

અમદાવાદ,27 જુલાઇ (હિ.સ.) અમદાવાદમાં સોમવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાતા ટ્રાફિક અને જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓને વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સ્થાનિક પરિસ્થિતિ અનુસાર શૈક્ષણિક કાર્ય અને રજા અંગે નિર્ણય લેવા સૂચના આપી છે.

અમદાવાદમાં મોડીરાતથી વીજળીના કડાકાભડાકા સાથે સાયન્સ સિટી અને થલતેજ વિસ્તારમાં બે ઇંચ જેટલો, જ્યારે વસ્ત્રાપુર, બોડકદેવ, મેમનગર, ઘાટલોડિયા, ચાંદલોડિયામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સામાન્ય વરસાદમાં શહેરના નીચાણવાળા અને મુખ્ય વિસ્તારોમાં ભારે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.

એસ.જી. હાઇવેના થલતેજ સર્વિસ રોડ પર કારના અડધા ટાયર ડૂબી જાય તેટલા પાણી ભરાતાં વાહનચાલકો પરેશાન થયા છે, જ્યારે ચાણક્યપુરી વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાતાં સમગ્ર રોડ બેટમાં ફેરવાઈ ગયો છે. આ ઉપરાંત ચાંદલોડિયા માર્ગ, આર્યન બંગલોઝ અને સમરસ હોસ્ટેલ પાસે ઘૂંટણસમા પાણી ભરાયા છે, જ્યારે સ્ટર્લિંગ સિટી (સેક્ટર A અને B)માં ઘરો સુધી પાણી પહોંચી જતાં રહીશોએ ફર્નિચર અને સામાન સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે.

છેલ્લા 24 કલાકમાં 137 તાલુકામાં સૌથી વધુ વલસાડના કપરાડામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદી માહોલ છે. બે કલાકમાં અમદાવાદમાં દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ધંધુકા પંથકમાં એક ઇંચ તો ધોલેરા પંથકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. સોમવારનો દિવસ હોવાથી શાળાએ જતા વિધાર્થીઓ માટે વરસાદ બાઘા રૂપ બન્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande