હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કાર વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબકી, બારીમાંથી બહાર કાઢ્યા
સુરેન્દ્રનગર/અમદાવાદ,27 જુલાઇ (હિ.સ.) ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક પીપળા અને બૈસાબગઢ ગામ વચ્ચે તેમની ફોર્ચ્યુનર કાર રસ્તાના કિનારે આવેલી પાણી ભરેલી
હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કાર વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબકી, બારીમાંથી બહાર કાઢ્યા


સુરેન્દ્રનગર/અમદાવાદ,27 જુલાઇ (હિ.સ.) ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક પીપળા અને બૈસાબગઢ ગામ વચ્ચે તેમની ફોર્ચ્યુનર કાર રસ્તાના કિનારે આવેલી પાણી ભરેલી ખાઈમાં ખાબકી હતી. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને હકાભા ગઢવીનો આબાદ બચાવ થયો છે.સુરેન્દ્રનગર જિલ્લાાના ધ્રાંગધ્રાના બૈસાબગઢ પાસે હકાભા ગઢવીની કાર નદીમાં ખાબકી ગઈ હતી. આ સમયે ગાડીમાં પાણી ભરાઈ જવાના કારણે દરવાજો ખોલી શકાતો ન હતો. જો કે દરવાજાનો કાચ ખુલ્લો હતો. આ સમયે ગાડી નદીમાં ખાબક્યાની જાણ થતા આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. મહામહેનતે હકાભા ગઢવીનેબારીમાંથી બહાર કાઢ્યા સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

ગત મોડી રાત્રે એક વાગ્યા આસપાસ હાસ્ય કલાકાર હકાભા ગઢવી પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા. બૈસાબગઢ ખાતે દર્શન કરવા ગયા હતા જે બાદ પરત ફરી રહ્યા હતા. તે સમયે મોડી રાત્રે રસ્તા વચ્ચે સાપ આવી ગયો હોવાથી તેને બચાવવા હકાભા ગઢવીએ ગાડીનું સ્ટેયરીંગ ફેરવી દીધું હતું. તે બાદ સ્ટેયરિંગ કાબૂમાં ન રહેતા ગાડી સીધી નદીમાં ખાબકી ગઈ હતી. ગાડી હકાભા ચલાવતા હતા અને તેમની સાથે તેમના મિત્ર ગાડીમાં હતા.

ફોર્ચ્યુનર ગાડી સીધી નદીમાં ખાબકી જતા પાણી પણ અંદર ઘૂસી ગયા હતા. જેથી ગાડી નદીમાં ખાબકી જવાનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા. તેમજ સ્થાનિકો પાણીમાં ઉતારીને દરવાજો ખોલીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande