એસીપીસી દ્વારા પીજી એન્જિનિયરિંગ માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર, 1,317 વિદ્યાર્થીઓને બેઠક ફાળવવામાં આવી
અમદાવાદ,27 જુલાઇ (હિ.સ.) રાજ્ય સરકારના ટેકનિકલ શિક્ષણમાં એડમિશન કરી કરતી કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા અનુસ્નાતક ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ રાઉન્ડ અંતર્ગત રાજ્યભરની સર
ACPC announces first round of admission process for PG Engineering, seats allotted to 1,317 students


અમદાવાદ,27 જુલાઇ (હિ.સ.) રાજ્ય સરકારના ટેકનિકલ શિક્ષણમાં એડમિશન કરી કરતી કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા અનુસ્નાતક ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ રાઉન્ડ અંતર્ગત રાજ્યભરની સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર સંસ્થાઓમાં કુલ 1317 વિદ્યાર્થીઓને બેઠકો ઓફર કરવામાં આવી છે.

રાજ્યની વિવિધ એન્જિનિયરિંગ કોલેજોમાં કુલ 5244 બેઠકો ઉપલબ્ધ છે, જેમાંથી એસીપીસી હસ્તકની 4312 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકો માટે કુલ 1935 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી.

જેમાં GATE લાયકાત ધરાવતા 154 ઉમેદવારો અને GATE વગરના 1781 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, GATE સિવાયના ઉમેદવારો માટે 27 અને 28 જૂનના રોજ PGCET-2026 પરીક્ષા યોજાઈ હતી. આ બંને પરીક્ષાઓના ગુણના આધારે કુલ 1688 વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં નિયમાનુસાર GATE ક્વોલિફાઇડ ઉમેદવારોને પ્રવેશમાં પ્રાથમિકતા આપવામાં આવી હતી.

મોક રાઉન્ડ અને પ્રથમ રાઉન્ડની ચોઈસ ફિલિંગના આધારે જાહેર થયેલા પરિણામમાં:

સરકારી કોલેજો: 749 બેઠકોમાંથી 494 બેઠકો ફાળવાઈ.અનુદાનિત/સ્વાયત્ત સંસ્થાઓ: 429 બેઠકોમાંથી 202 બેઠકો ફાળવાઈ.

પ્રથમ રાઉન્ડમાં બેઠક મેળવનાર વિદ્યાર્થીઓએ પોતાના પ્રવેશને આખરી કરવા માટે 26 જુલાઈ સુધીમાં ઓનલાઈન ટોકન ટ્યુશન ફી ભરી દેવાની રહેશે. જે વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં મળેલી બેઠકથી અસંતોષ ધરાવતા હોય અને વધુ પસંદગીની સંસ્થા કે બ્રાન્ચમાં પ્રવેશ મેળવવા માંગતા હોય, તેઓ બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande