ભાવનગર જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત માર્ગોના દુરસ્તીકરણ માટે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ની કામગીરીને વેગ
ભાવનગર, 27 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ભારે વરસાદને કારણે અનેક ગ્રામ્ય માર્ગો પર ખાડા પડવા, રોડની સપાટી ધોવાઈ જવા તેમજ વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)
કામગીરી કરવામાં આવી


ભાવનગર, 27 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ભારે વરસાદને કારણે અનેક ગ્રામ્ય માર્ગો પર ખાડા પડવા, રોડની સપાટી ધોવાઈ જવા તેમજ વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), ભાવનગર દ્વારા અસરગ્રસ્ત માર્ગોના તાત્કાલિક દુરસ્તીકરણની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે, જેથી વાહનવ્યવહાર ફરીથી સરળ, સુરક્ષિત અને સુગમ બની રહે.

આ કામગીરી અંતર્ગત ભાવનગર તાલુકાના ફરિયાદકા એપ્રોચ રોડ તેમજ ઘોઘા તાલુકાના ભીકડાથી ભીકડા ડેમ તરફ જવાના માર્ગ પર વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઉપરાંત, જ્યાં રોડને નુકસાન થયું છે ત્યાં વેટ મિક્સ પદ્ધતિ દ્વારા પેચવર્ક કરીને માર્ગને વાહનવ્યવહાર લાયક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ની ટેકનિકલ ટીમ દ્વારા સ્થળ પર સર્વેક્ષણ કરીને માર્ગોની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. ત્યારબાદ વધુ નુકસાનગ્રસ્ત અને વધુ અવરજવર ધરાવતા માર્ગોને પ્રાથમિકતા આપી મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. કામગીરી દરમિયાન જરૂરી મશીનરી, સાધનો અને માનવશક્તિનો સંકલિત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને જિલ્લાના અન્ય અસરગ્રસ્ત માર્ગો પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે. જ્યાં જરૂર જણાશે ત્યાં તાત્કાલિક મરામત હાથ ધરવામાં આવશે. જનતાને સુરક્ષિત અને અવરોધરહિત વાહનવ્યવહાર ઉપલબ્ધ રહે તે માટે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે અને વરસાદથી ક્ષતિગ્રસ્ત તમામ માર્ગોનું દુરસ્તીકરણ શક્ય તેટલી ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande