ગઢડામાં અખિલ ભારતીય યુવા કોળી સમાજનો તેજસ્વી તારલાનો 13મો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો
બોટાદ, 27 જુલાઈ (હિ.સ.) ગઢડા શહેર ખાતે અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા તેજસ્વી તારલાનો 13મો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. ગઢડા શહેરની નૂતન કન્યા વિદ્યાલયના પ્રાર્થના ખંડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્
તેજસ્વી તારલાઓનું સનમાન કરવામાં આવ્યું


બોટાદ, 27 જુલાઈ (હિ.સ.) ગઢડા શહેર ખાતે અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા તેજસ્વી તારલાનો 13મો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. ગઢડા શહેરની નૂતન કન્યા વિદ્યાલયના પ્રાર્થના ખંડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી તથા રાષ્ટ્રીય અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ કુંવરજી બાવળીયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા, સંતો-મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સમાજના યુવાનોના ઉચ્ચ શિક્ષણ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ખાતે સમાજનું શૈક્ષણિક ભવન બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમણે યુવાનોને વ્યસનમુક્ત જીવન જીવવા, શિક્ષણને પ્રાથમિકતા આપવા તેમજ સોશિયલ મીડિયાના અતિરેકથી દૂર રહી પોતાના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે પ્રયત્નશીલ રહેવાની અપીલ કરી હતી.

સમાજના કુલ 800 થી વધુ વિધાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે ગઢડા અખિલ ભારતીય યુવા કોળી સમાજના પ્રમુખ અશોકભાઈ ડેરવાળીયા તથા તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થતાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.

સમાજના આગેવાનોએ પણ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande