ભરૂચમાં ગૌ માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
- ગૌ પ્રેમીઓ હાથમાં બેનરો અને ગૌ સન્માનના સંદેશાઓ સાથે રેલી સ્વરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા ભરૂચ, 28 જુલાઈ (હિ.સ.) ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત ભરૂચ ખાતે રેલી યોજી ગૌ ભક્તો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ.ભરૂચ શહેરમ
ભરૂચમાં ગૌ માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું


ભરૂચમાં ગૌ માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું


- ગૌ પ્રેમીઓ હાથમાં બેનરો અને ગૌ સન્માનના સંદેશાઓ સાથે રેલી સ્વરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા

ભરૂચ, 28 જુલાઈ (હિ.સ.) ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત ભરૂચ ખાતે રેલી યોજી ગૌ ભક્તો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ.ભરૂચ શહેરમાં ગૌ માતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવાની મુખ્ય માંગણી સાથે ગૌ ભક્તો, વિવિધ સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો અને જાગૃત નાગરિકો દ્વારા ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં જોડાયેલા ગૌ પ્રેમીઓએ હાથમાં બેનરો અને ગૌ સન્માનના સંદેશાઓ સાથે રેલી સ્વરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. સમગ્ર માર્ગ પર ગૌ માતાના સંરક્ષણ, ગૌવંશની સુરક્ષા અને ગૌસેવાનો સંદેશ વહેતો થયો હતો.

કલેક્ટર કચેરી ખાતે પહોંચી આગેવાનો અને કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે, દેશમાં ગૌવંશના જતન અને સંવર્ધન માટે ગૌ માતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવી અત્યંત જરૂરી છે. આ ઉપરાંત કડક ગૌહત્યા વિરોધી કાયદાઓનું ચુસ્ત પાલન થાય, ગૌશાળાઓનું વ્યવસ્થિત સંચાલન થાય અને ગૌસેવાને વધુ પ્રોત્સાહન મળે તેવા જરૂરી પગલાં સરકાર દ્વારા ત્વરિત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થતંત્રનો મુખ્ય આધાર છે. કલેક્ટર મારફતે રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી લોકોની આ લાગણી અને માંગણી પહોંચાડવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકસમુદાયની ઉપસ્થિતિથી ભરૂચમાં ગૌપ્રેમ અને જાગૃતિનો ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande