'બંટવારા 1947'નું દમદાર ટ્રેલર રિલીઝ, સની દેઓલ-એ જીત્યા દિલ
નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.) આમિર ખાન પ્રોડક્શન્સની બહુપ્રતીક્ષિત ફિલ્મ ''બંટવારા 1947''નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ભાવનાત્મક પોસ્ટર્સ અને ટીઝર પછી, હવે સામે આવેલા ટ્રેલરે ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા વધુ વધારી દીધી છે. રાજકુમાર સંતોષીના નિર્દ
સની દેઓલ


નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.) આમિર ખાન પ્રોડક્શન્સની બહુપ્રતીક્ષિત ફિલ્મ 'બંટવારા 1947'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ભાવનાત્મક પોસ્ટર્સ અને ટીઝર પછી, હવે સામે આવેલા ટ્રેલરે ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા વધુ વધારી દીધી છે. રાજકુમાર સંતોષીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ભારતના વિભાજનના દર્દનાક સમયગાળાની વાર્તાને મોટા પડદા પર ભાવનાત્મક અંદાજમાં રજૂ કરે છે. ટ્રેલરમાં, બંટવારા દરમિયાન હિંસા, વિખૂટા પડતા પરિવારો અને ઇન્સાનિયતની મિસાલને પ્રભાવશાળી ઢંગથી દર્શાવવામાં આવી છે.

ફિલ્મની વાર્તા 1947ના વિભાજનની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જ્યાં એક પરિવાર હિંસા, ડર અને જબરદસ્તી પલાયનની કરુણાંતિકાનો સામનો કરે છે. સ્વજનોથી વિખૂટા પડવાના દર્દની વચ્ચે, ફિલ્મ એ સંદેશ આપે છે કે નફરતથી ઉપર ઇન્સાનિયત અને આશાની તાકાત હોય છે. ટ્રેલરમાં, સની દેઓલ સિદ્ધાંતો પર અડગ વ્યક્તિની ભૂમિકામાં જોવા મળે છે, જ્યારે શબાના આઝમી એક સમજદાર અને મજબૂત વૃદ્ધ મહિલાના પાત્રમાં દેખાય છે. વળી, પ્રીતિ ઝિન્ટા મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાના પરિવારને એકજૂટ રાખવાનો પ્રયાસ કરતી જોવા મળે છે.

ફિલ્મમાં શબાના આઝમી, સની દેઓલ, પ્રીતિ ઝિન્ટા, કરણ દેઓલ, અલી ફઝલ અને અભિમન્યુ સિંહ જેવા કલાકારો મુખ્ય ભૂમિકાઓમાં છે. ખાસ વાત એ છે કે લગભગ 30 વર્ષ પછી, નિર્દેશક રાજકુમાર સંતોષી અને સની દેઓલની સફળ જોડી ફરી એકવાર સાથે કામ કરી રહી છે. ફિલ્મનું સંગીત એ. આર. રહેમાને તૈયાર કર્યું છે, જ્યારે ગીત જાવેદ અખ્તરે લખ્યા છે. આમિર ખાન અને અપર્ણા પુરોહિત દ્વારા નિર્મિત 'બંટવારા 1947' 14 ઓગસ્ટ 2026ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande