
ગીર સોમનાથ, 01 ઓગસ્ટ (હિ.સ.) : મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આગામી ૧ ઓગસ્ટ થી ૮ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે. ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિતે તા ૦૭ ઓગસ્ટના રોજ સવારે ૧૧:૦૦ કલાકે નગરપાલિકા કૉમ્યુનિટી હોલ, ડાભોર રોડ, વેરાવળ ખાતે જિલ્લા કક્ષાનો ભરતીમેળો યોજાશે.
જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા “નારી વંદના ઉત્સવ” અન્વયે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ નિમિતે તા.૦૭/૦૮/૨૦૨૬ના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે કોમ્યુનિટી હોલ, ડાભોર રોડ, વેરાવળ ખાતે એક મેગા રોજગાર ભરતીમેળાનુ આયોજન કરવામા આવ્યું છે.
આ ભરતીમેળામાં ૨૫ કરતાં વધુ સ્થાનિક કંપનીઓએ ખાલી જગ્યાઓ નોંધાવેલી છે. જેમાં સર્વિસ સેક્ટર, મેન્યૂફેક્ચરિંગ સેક્ટર માટે એસ.એસ.સી, આઇ.ટી.આઇ. ડિપ્લોમા કે સ્નાતક અને અનુસ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર (૧૮ વર્ષ થી ૩૫ વર્ષ) સુધીના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ