ભાવનગરમાં ધાર્મિક સ્થળોની, સફાઈ અને દવા છંટકાવ કામગીરી
ભાવનગર, 12 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ‘સફાઈ અપનાવો, બીમારી ભગાવો’ અભિયાન તથા મોનસુન સફાઈ અભિયાન અંતર્ગત શહેરમાં સ્વચ્છતા અને આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે શહેરના વિવિધ ધાર્મિક સ્થળોની સફાઈ કરવામાં આવી હતી.
રોગચાળો ન ફેલાય તે માટે કરવામાં આવેલ કામગીરી


ભાવનગર, 12 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ‘સફાઈ અપનાવો, બીમારી ભગાવો’ અભિયાન તથા મોનસુન સફાઈ અભિયાન અંતર્ગત શહેરમાં સ્વચ્છતા અને આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે શહેરના વિવિધ ધાર્મિક સ્થળોની સફાઈ કરવામાં આવી હતી.

ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગોનો ફેલાવો થવાની શક્યતા રહે છે. તેને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની ટીમ દ્વારા ધાર્મિક સ્થળો તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી. કચરો, ગંદકી અને પાણી ભરાવાની જગ્યાઓ દૂર કરી સ્થળોને સ્વચ્છ બનાવવામાં આવ્યા હતા.

સફાઈ કામગીરી બાદ વિવિધ સ્થળોએ દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. મચ્છર અને અન્ય જીવાતોના ઉપદ્રવને નિયંત્રણમાં રાખવા માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી હતી.

ખાસ કરીને ચોમાસામાં ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના વાહકજન્ય રોગોનું જોખમ વધતું હોવાથી સ્વચ્છતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકા દ્વારા, નાગરિકોને પણ પોતાના રહેણાંક તથા આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે. ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે, કચરો જાહેર સ્થળોએ ન નાખવામાં આવે અને પાણીના પાત્રોને ઢાંકીને રાખવામાં આવે તે અંગે જાગૃતિ લાવવામાં આવી રહી છે.

ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી ત્યાં સ્વચ્છતા જાળવવી જરૂરી બને છે. આ કામગીરી દ્વારા ધાર્મિક સ્થળો સ્વચ્છ રહેવાની સાથે મુલાકાતીઓ માટે સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ ઊભું થાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.

મોનસુન સફાઈ અભિયાન અંતર્ગત શહેરના અન્ય વિસ્તારોમાં પણ સફાઈ અને દવા છંટકાવની કામગીરી તબક્કાવાર ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande