સુભાષનગર અને તરસમિયા વિસ્તારમાં, વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત
ભાવનગર,12 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર શહેરના સુભાષનગર અને તરસમિયા વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. SJMMSVY તથા AMRUT 2.0 યોજના હેઠળ સુભાષનગર PHC બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હ
વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું


ભાવનગર,12 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર શહેરના સુભાષનગર અને તરસમિયા વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

SJMMSVY તથા AMRUT 2.0 યોજના હેઠળ સુભાષનગર PHC બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેન્દ્ર શરૂ થતાં સ્થાનિક લોકોને આરોગ્ય સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે.

તરસમિયા ગામ ખાતે ESR તથા SUMP બનાવવાના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે આ કામ મહત્વપૂર્ણ બની રહેશે. આ ઉપરાંત તરસમિયા મોક્ષ મંદિર ખાતે કમ્પાઉન્ડ વોલ, એપ્રોચ RCC રોડ, ગઝેબો તથા સ્ટોરેજ રૂફ બનાવવાના કામનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

તરસમિયા આંગણવાડી કેન્દ્ર નં. ૧૫૯/૧ ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામગીરીથી આંગણવાડી કેન્દ્રની સુરક્ષા અને સુવિધામાં વધારો થશે.

ટી.પી.એસ. ૨૩માં ખુલ્લા થયેલા ટી.પી. રસ્તાઓ પર, DI પાણીની લાઇનનું નેટવર્ક નાખવાના કામ સાથે નવી બનતી અકવાડા ESR માટે રાઇઝિંગ લાઇન નાખવાની કામગીરીનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પાણી પુરવઠા સંબંધિત કામોથી વિસ્તારમાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુવિધાઓ વિકસાવવામાં આવશે.

ઉત્તર સરદારનગર–તરસમિયા વોર્ડમાં તરસમિયા કોમ્યુનિટી હોલ પાસેથી ખારસી તરફ સ્ટોર્મ વોટર લાઇન નાખવાના કામનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુધારવા માટે આ લાઇન મહત્વપૂર્ણ રહેશે.

વિવિધ વિકાસ કામો પૂર્ણ થતાં સ્થાનિક નાગરિકોને આરોગ્ય, પાણી, વરસાદી પાણીના નિકાલ અને જાહેર સુવિધાઓમાં વધુ સગવડ મળશે. વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ મળે તે દિશામાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande