જાળિયા શ્રી શિવકુંજ આશ્રમમાં શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક-સામાજિક કાર્યક્રમો યોજાશે
ભાવનગર, 12 ઓગસ્ટ (હિ.સ.) : જાળિયા ખાતે આવેલા શ્રી શિવકુંજ આશ્રમમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી વિશ્વાનંદ માતાજીના નેતૃત્વમાં યજ્ઞો સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. આશ્રમમાં શ્રી સોમ
જાળીયા આશ્રમ ફાઇલ ફોટો


ભાવનગર, 12 ઓગસ્ટ (હિ.સ.) : જાળિયા ખાતે આવેલા શ્રી શિવકુંજ આશ્રમમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી વિશ્વાનંદ માતાજીના નેતૃત્વમાં યજ્ઞો સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. આશ્રમમાં શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો અને યજમાનો દ્વારા ધાર્મિક વિધિઓ કરવામાં આવશે.

શ્રાવણ માસ દરમિયાન શ્રી ગણેશ યજ્ઞ, શ્રી વિષ્ણુ યજ્ઞ, શ્રી નવચંડી યજ્ઞ, શ્રી ભૈરવ યજ્ઞ અને શ્રી મહારુદ્ર યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મહારુદ્ર અભિષેક પણ યોજાશે. યજ્ઞનો પ્રારંભ શ્રાવણ સુદ-૧, ગુરુવાર તા. ૧૩ ઓગસ્ટના રોજ સવારે કરવામાં આવશે, જ્યારે પૂર્ણાહુતિ શ્રાવણ વદ અમાસ, શુક્રવાર તા. ૧૧ સપ્ટેમ્બરના રોજ સાંજે કરવામાં આવશે.

શ્રાવણ માસની ઉજવણી દરમિયાન વૃક્ષ અને છોડ અર્પણ વિધિનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે યોજાનારી આ પ્રવૃત્તિમાં વૃક્ષારોપણ અને પ્રકૃતિ સંવર્ધન અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.

આ ઉપરાંત સત્સંગ, પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે. વિવિધ પ્રસંગોએ સંતો, મહંતો અને ધર્માચાર્યોના સાનિધ્યનો લાભ મળશે. ધાર્મિક કાર્યક્રમો સાથે સામાજિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાય તે માટે આશ્રમ દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે.

શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક વાતાવરણ સાથે સામાજિક એકતા અને સેવા ભાવનાને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande