સિહોર અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લઈ, વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરીની સમીક્ષા
ભાવનગર, 12 ઓગસ્ટ (હિ.સ.)સિહોર ખાતે જિલ્લા સુપરવાઈઝરની ટીમ દ્વારા અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ડેન્ગ્યુના હાઈરિસ્ક વિસ્તારોમાં વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે ચાલી રહેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ટીમ દ્
રોગ નિયંત્રણ ની સમીક્ષા કરતા અધિકારીઓ


ભાવનગર, 12 ઓગસ્ટ (હિ.સ.)સિહોર ખાતે જિલ્લા સુપરવાઈઝરની ટીમ દ્વારા અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ડેન્ગ્યુના હાઈરિસ્ક વિસ્તારોમાં વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે ચાલી રહેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

ટીમ દ્વારા, હાઈરિસ્ક વિસ્તારોમાં એન્ટીલાર્વલ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધી તેમાં લાર્વાનો નાશ કરવા માટે કરવામાં આવતી કામગીરી, પાણીના સંગ્રહસ્થાનોની તપાસ તથા જરૂરી નિયંત્રણાત્મક પગલાં અંગે, માહિતી મેળવવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિસ્તારમાં કરવામાં આવેલી મુલાકાતો અને કામગીરીની પણ ચકાસણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત વેક્ટર કંટ્રોલ ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મચ્છરજન્ય રોગોના ફેલાવાને અટકાવવા માટે ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરી, સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થળોની તપાસ અને નિયંત્રણના પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ડેન્ગ્યુ સહિતના વાહકજન્ય રોગોનું જોખમ ઘટાડવા માટે હાઈરિસ્ક વિસ્તારોમાં નિયમિત સર્વેલન્સ, એન્ટીલાર્વલ કામગીરી અને જનજાગૃતિ પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવા સૂચના આપવામાં આવી હતી. લોકો પોતાના ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખે તેમજ પાણીના પાત્રોને ઢાંકીને રાખે તે અંગે પણ જાગૃતિ ફેલાવવા જણાવાયું હતું.

મુલાકાત દરમિયાન આરોગ્ય કર્મચારીઓને કામગીરીમાં જરૂરી તકેદારી રાખવા, સંકલન સાથે કામગીરી કરવા અને હાઈરિસ્ક વિસ્તારોમાં નિયમિત દેખરેખ જાળવવા સૂચનાઓ આપવામાં આવી હતી. ડેન્ગ્યુ અને અન્ય વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા સક્રિય કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande