વ્રજ અંતિમ સેવા : અંતિમ યાત્રામાં સહયોગ, મોક્ષના માર્ગમાં નિમિત્ત બનવાનો પવિત્ર પ્રયાસ
ભાવનગર, 12 ઓગસ્ટ (હિ.સ.) : જન્મ એક ઉત્સવ છે અને મૃત્યુ એક સત્ય. જન્મની ખુશી સૌ સાથે વહેંચાય છે, પરંતુ સ્વજનના અવસાન સમયે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડે છે. આવી સ્થિતિમાં પરિવારને સહાનુભૂતિની સાથે સમયસર સહયોગ, માર્ગદર્શન અને જરૂરી સામગ્રીની પણ જરૂરિ
સેવાની કામગીરી કરતો ગ્રુપ


ભાવનગર, 12 ઓગસ્ટ (હિ.સ.) : જન્મ એક ઉત્સવ છે અને મૃત્યુ એક સત્ય. જન્મની ખુશી સૌ સાથે વહેંચાય છે, પરંતુ સ્વજનના અવસાન સમયે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડે છે. આવી સ્થિતિમાં પરિવારને સહાનુભૂતિની સાથે સમયસર સહયોગ, માર્ગદર્શન અને જરૂરી સામગ્રીની પણ જરૂરિયાત રહે છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભાવનગરમાં ‘વ્રજ અંતિમ સેવા’ દ્વારા સેવાકીય પહેલ શરૂ કરવામાં આવી છે.

ભારતીય સંસ્કૃતિમાં અંતિમ સંસ્કારને મહત્વપૂર્ણ સંસ્કાર માનવામાં આવે છે. શોકની સ્થિતિમાં અંતિમ વિધિ માટે જરૂરી સામગ્રી એકત્ર કરવી અને યોગ્ય વ્યવસ્થા કરવી પરિવાર માટે મુશ્કેલ બની શકે છે. આવા સમયે વ્રજ અંતિમ સેવા પરિવારને જરૂરી સહયોગ પૂરો પાડવાનો પ્રયાસ કરે છે.

અંતિમ વિધિ માટે કફન, માટલો, ગંગાજળ, કપાસ, દોરી, અગરબત્તી, તલ, ઘી સહિતની વિવિધ ધાર્મિક સામગ્રી એક જ સ્થળેથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ભાવનગર શહેરમાં ૨૪ કલાક હોમ ડિલિવરીની સુવિધા હોવાથી પરિવારને સામગ્રી માટે અલગ-અલગ સ્થળે જવાની જરૂર રહેતી નથી. સાથે જ અંતિમ વિધિ અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવે છે.

આ સેવાની વિશેષતા તેનો સેવાભાવ છે. આર્થિક રીતે નબળા પરિવારોને નિઃશુલ્ક સેવા આપવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે અન્ય પરિવારોને ટોકન દરે સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જ્ઞાતિ, જાતિ, ધર્મ કે આર્થિક સ્થિતિના ભેદભાવ વિના સેવા પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.

દુઃખની ઘડીમાં પરિવારની પડખે ઊભા રહી અંતિમ યાત્રાને સરળ બનાવવી એ માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે. ‘વ્રજ અંતિમ સેવા’ સેવા, કરુણા અને સહકારના ભાવને આગળ ધપાવતી પહેલ બની રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande